નાગાલેન્ડમાં અંધાધૂંધ ફાયરિંગમાં 13ના મોત બાદ ભારેલો અગ્નિ

સુરક્ષાદળોની ગાડીઓમાં આગચંપી, ગૃહમંત્રી અમિત શાહે શું કહ્યું…

ભારતના પૂર્વોત્તરનાં રાજ્ય નાગાલેંડમાં શનિવારે રાતે ફાયરિંગની ઘટનામાં અત્યાર સુધી 13 લોકોનાં મોત થયાના સમાચાર સામે આવી રહ્યા છે જે સંખ્યા વધી પણ શકે છે. આ ઘટના બાદ આખા રાજ્યમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે અને અસ્થિરતા સર્જાઇ હોય તેવા દ્રશ્યો સોશ્યલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર ગ્રામીણોએ સેનાનાં વાહનોમાં આગચંપી કરી છે.

અમિત શાહે કહ્યું, મૃતકોના પરિજનોને અપાશે ન્યાય
નાગાલેંડનાં મુખ્યમંત્રી નેફિયો રિયોએ લોકોને શાંતિ રાખવાની અપીલ કરી છે અને સમગ્ર મામલે SIT ની રચના કરીને તપાસના આદેશ આપવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે મોન જિલ્લામાં થયેલ ઘટના અત્યંત નીંદનીય છે અને મૃતકોના પરિજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ ઘટના અંગે દુ:ખ વ્યક્ત કર્યું છે, તેમણે ટ્વિટ કરીને કહ્યું કે નાગાલેન્ડમાં થયેલ ફાયરિંગની ઘટનાથી ખૂબ વ્યથિત છું અને જે લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે તેમના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. રાજ્ય સરકાર દ્વારા ઉચ્ચ સ્તરીય SIT આ ઘટનાની તપાસ કરીને ન્યાય આપવામાં આવશે.

 29 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી