રાજયમાં ગરમીનો પ્રકોપ, અમદાવાદમાં 90 લોકો બેભાન

રાજ્યમાં આકરા ઉનાળાના અણસાર જોવા મળી રહ્યા છે. છેલ્લા ચાર- પાંચ દિવસતી ગરમીનો પારો સતત ઊંચકાઇ રહ્યો છે. છેલ્લા બે- ત્રણ દિવસથી ૪૧ ડીગ્રીની આસપાસ ગરમી નોંધાતા ઉનાળાના તીખા તેવર વર્તાઇ રહ્યા છે. આમ એકાએક વધતી જતી ગરમીના લીધે લોકો ગરમીમાં શેકાયાની બુમ ઉઠી છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ હજુ પણ ગરમી વધવાની શક્યતાઓ વ્યક્ત થઇ રહી છે.

આજે અમદાવાદમાં પારો 42 ડીગ્રી સુધી પહોંચી ગયો છે. માત્ર એટલું જ નહીં પરંતુ, રાજ્યના 10 શહેરોમાં પારો 40 ડીગ્રી સુધી પહોંચી જતાં જનજીવનને માઠી અસર પહોંચી છે. આ સાથે જ અમદાવાદમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદમાં ગરમીથી બેભાન થવાના 90 કેસ નોંધાયા છે. ઝાડા–ઉલ્ટીના 528થી વધુ કેસ નોંધાયા છે.

ભૂજમાં 42.4, ડીસામાં 42.3 ડિગ્રી, વડોદરામાં 40.8 ડિગ્રી, અમરેલીમાં 41.0 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે ગાંધીનગરમાં 40.4 ડિગ્રી, કંડલામાં 41.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતુ.

 160 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી