અમદાવાદમાં ફરી મેઘ મહેર, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા

હાલ રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને રાજ્યના અન્ય ભાગોમાં વરસાદી માહોલ છે ત્યારે હવામાન વિભાગે ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી જારી કરતા તંત્ર સાવધાન થઇ ગયું છે. ગુજરાત પ્રદેશ, સૌરાષ્ટ્ર, દિવ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. બીજી બાજુ દક્ષિણ ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં હાલ વરસાદી માહોલ અકબંધ રહેતા તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.

હાલમાં અમદાવાદ શહેરમાં બપોર બાદ ગાજ-વીજ સાથે શહેરના એસ.જી.હાઈવે, રાણીપ, બોપલ, વેજલપુર, સેટેલાઈટ, નરોડા, ઓઢવ અને કાલુપુર સહિત અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. જેને પગલે નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને વાહન ચાલકો પણ અટવાયા હતા. વરસાદના પગલે અનેક નીચાણવાળી સોસાયટીઓમાં પાણી ભરાવવાની ઘટના સામે આવી રહી છે.

 37 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી