રાજ્યમાં આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી…

હવામાન વિભાગ દ્વારા આગામી 48 કલાક રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થઈ શકે છે. સુરત, વલસાડ, નવસારીના વિસ્તારોમાં વરસાદ રહેશે. વડોદરા, છોટાઉદેપુર, આણંદ અને ખેડામાં પણ વરસાદ થશે.

ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વરસાદ રહેશે. બનાસકાંઠા, મહેસાણા અને સાબરકાંઠામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે ભાવનગર, બોટાદ અને મોરબીમાં ભારે વરસાદની શક્યતા સેવાઈ રહી છે. કચ્છ જિલ્લાના વિસ્તારોમાં દિવસભર વરસાદી માહોલ રહેશે.

અમદાવાદ શહેરની વાત કરીએ તો અહીં આખી રાત વરસાદ વરસ્યો છે. જેમાં પશ્ચિમ વિસ્તારમાં સેટેલાઇટ, વસ્ત્રાપુર, ચાંદખેડા, નવા વાડજ, મેમનગર, આંબાવાડી, ગોતા, ઘાટલોડિયા, નહેરૂનગર, બોડકદેવમાં વરસાદ વરસ્યો છે. જ્યારે પૂર્વમાં બાપુનગર, ઇસનપુર, શાહીબાગ, કુબેરનગર, દિલ્હી દરવાજા, કાંકરિયા, મણીનગર માં વરસાદ વરસ્યો છે. અત્યાર સુધીમાં અમદાવાદ શહેરમાં સિઝનનો 21 ઇંચ વરસાદ નોંધાયો છે.

 29 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી