September 26, 2022
September 26, 2022

‘પાની રે પાની તેરા રંગ કૈસા, વલસાડ કો ભિગો દે એસા રે એસા…’

દક્ષિણ ગુજરાતમાં સાંબેલાધાર વરસાદને કારણે ચારે તરફ પાણી પાણી જોવા મળી રહ્યું છે. તો હજુ પણ ભારે વરસાદ પડવાની આગહી કરવામાં આવી રહી છે. ભારે વરસાદને કારણે દક્ષિણ ગુજરાતની નદીઓ ગાંડીતુર બનતા પૂર જેવી સ્થિતિ સર્જાઇ છે. વલસાડના ધરમપુર તાલુકામાં ભારે વરસાદને કારણે ઔરંગા નદી ગાંડી બની છે. જેના કારણે અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા હતા. તો વાપીના સલવવા ગામે આવેલા ઘુરિયા ફળિયામાં કોલક નદીના પાણી ગામમાં ફરીવળતા 15 જેટલા ફસાયેલા લોકોને એનડીઆરએફની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા.

સમગ્ર વલસાડ-વાપીમાં મેઘો મહેરબાન બન્યો છે. ત્યારે સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદ વરસ્યો છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. વલસાડમાં દમણગંગા નદી ગાંડીતુર બની છે. નદીના પાણી દરિયા તરફ આગળ વધી રહ્યા છે. ત્યારે સેવલાસમાં રિવરફ્રન્ટ બંધ કરાયો છે. દમણગંગાનો જુનો પુલ પર બંધ કરાયો છે.

 38 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી