September 26, 2022
September 26, 2022

તાપી જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, સુરત, પંચમહાલ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 21 જિલ્લામાં વરસાદ નોંધવામાં આવ્યો છે. આ સાથે 121 તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. છોટા ઉદેપુરના કવાંટમાં સૌથી વધુ 4 ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો. તો મેઘરજ, બોડેલી, માલપુરમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો હતો.

તાપી જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ ગઇ છે. તાપી જિલ્લાના વ્યારા, વાલોડ, સોનગઢમાં વરસાદ પડી રહ્યો છે. આ સિવાય ઉચ્છલ, કુકરમુંડા, ડોલવણમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે. તાપી જિલ્લામાં વરસાદની શરૂઆત થતા ખેતીલાયક વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ સર્જાયો છે.

રાજ્યમાં ભારે વરસાદથી સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 120.18 મીટર પર પહોંચી ગઇ છે. રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદના કારણે ઉપરવાસમાંથી 22509 ક્યુસેક પાણીની આવક થઇ છે. જેના કારણે ગોડબોલે ગેટમાંથી 595 ક્યુસેક પાણી છોડવામાં આવ્યં છે. નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો થતાં મુખ્ય કેનાલમાં 5307 ક્યુસેક પાણી છોડાયું છે. નર્મદા ડેમમાં 1180 MCM લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો હજી પણ યથાવત છે.

અષાઢી બીજના દિવસથી ડેમની મુખ્ય કેનાલમાંથી 5,307 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલ ડેમમાં પાણીનો 1,180 MCM લાઇવ સ્ટોર જથ્થો છે. બે દિવસમાં ડેમમાં પાવર હાઉસ શરૂ કરવામાં આવશે.

વરસાદને પગલે ખેડૂતોમાં વર્ષની રેલી છવાઈ છે. છેલ્લા 24 કલાક દરમિયાન બારડોલીમાં 15 મિમી, કામરેજમાં 01 મિમી, માંડવીમાં 06 મિમી, મહુવામાં 03 મિમી, માંગરોળમાં 08 મિમી, પલસાણામાં 05 મિમી, ઉમરપાડામાં 09 મિમી અને સુરત શહેરમાં 07 મિમી વરસાદ નોંધાયો છે.

સુરતમાં વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદની શરૂઆત થઈ છે. વરસાદને લઈને વાતાવરણમાં ઠંકડ પ્રસરી છે. બીજી તરફ સુરત જિલ્લામાં વરસાદી માહોલ બન્યો છે. જિલ્લાના કામરેજ, પલસાણા, માંડવી, મહુવા, ઉમરપાડા, માંગરોળ અને ચોર્યાસી તાલુકામાં વરસાદ નોંધાયો છે.

 34 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી