September 26, 2022
September 26, 2022

મુંબઇ: બે દિવસ વિરામ બાદ વરસાદની ફરી એન્ટ્રી, હાઈ ટાઈડ એલર્ટ

મુંબઇમાં કેટલાંય વિસ્તારોમાં વહેલી સવારથી વરસાદ શરૂ થઇ ગયો છે. મુંબઇના લાલબાગ, હિંદમાતા, પરેલ, વરલી અને દાદર વિસ્તારમાં ધોધમાર વરસાદ પડતા રસ્તા પર પાણી ભરાવા લાગ્યા છે. સ્કાયમેટના મતે આજે મુંબઇમાં ધીમી ધારે વરસાદની સંભાવના છે. સપ્તાહના પહેલાં દિવસે લોકોને ઓફિસ પહોંચવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

ભારે વરસાદના કારણે ઠેર ઠેર ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે. જેનાથી લોકોને ખુબ હાલાકી ભોગવવી પડી રહી છે. હવામાન ખાતા તરફથી મુંબઈમાં આજે પણ હાઈ ટાઈડની ચેતવણી અપાઈ છે. હવામાન ખાતા મુજબ મુંબઈમાં સોમવારે 4.18 કલાકે હાઈ ટાઈડ આવશે. આ દરમિયાન 4.37 મીટર ઊંચી લહેર ઉઠશે.

આ સાથે જ મુંબઈમાં ભારે વરસાદના કારણે છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઉડાણ સેવા ઠપ્પ થઈ ગઈ છે. આ જાણકારી મુંબઈ એરપોર્ટના પ્રવક્તાએ આપી. મુંબઈમાં ભારે વરસાદના કારણે રસ્તાઓ પર વાહનોની લાંબી લાઈનો લાગી છે.

જણાવી દઇએ, દક્ષિણ ગુજરાત સહિત ગોવા અને મહારાષ્ટ્રમાં છેલ્લાં બે દિવસથી સારો વરસાદ પડી રહ્યો છે. મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં સતત વરસાદના કારણે 14 જળાશયોમાં પાણી ભરાઈ ગયા છે. નાસિકમાં 24 કલાકમાં 17 સેમી કરતા વધારે વરસાદ થયો છે. દક્ષિણ ગુજરાતમાં વાપી, વલસાડ, નવસારીમાં ધોધમાર વરસાદ પડ્યો હતો.

 33 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી