મુંબઈમાં ભારે વરસાદઃ OLA-UBERની લૂંટ, નાગરિકો હેરાન

મુંબઈ સહિત ઉપનગરમાં ગઇકાલે શુક્રવારે સવારથી લઈને સાંજ સુધીમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડવાનું ચાલુ થયા પછી મુંબઈથી ઉપનગરમાં જનારા ઓલા-ઉબેરચાલકોએ રીતસરની પ્રવાસીઓ પાસેથી લૂંટ મચાવી હતી. બોરીવલીના રહેવાસી કહ્યું હતું કે સાંજે ઑફિસથી ઘરે પરત ફરવા માટે ઓલા-ઉબેર મારફત જવાનું નક્કી કર્યું હતું.મોબાઈલ એપ્લિકેશન ઉબેર મારફત બોરીવલી માટે જવાનું ચેક કર્યું ત્યારે સૌથી મોટો આઘાત લાગ્યો હતો. સામાન્ય કિસ્સામાં પંદરસો રૂપિયા થતા હોય છે, ત્યારે આજે ફોર્ટથી બોરીવલીના ૩,૧૫૩ રૂપિયા ભાડું બતાવ્યું હતું.

ઉબેર ગો અને પ્રીમિયરનું ભાડું અનુક્રમે ૨,૯૨૨ તથા ૩,૬૩૯ બતાવ્યું હતું. બીજી બાજુ ઓલાની ટેક્સી ચેક કરવામાં આવી તો ફોર્ટથી બોરીવલીની ૧,૯૦૦ રૂપિયાનું ભાડું દર્શાવ્યું હતું. આમ છતાં અમુક કિસ્સામાં ઉબેર અને ઓલાવાળા રિગ્રેટ બતાવીને બોરીવલી જવાનું પણ ટાળ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું.

બોરીવલીના માફક ફોર્ટથી ઘાટકોપરની ટ્રિપ માટે ઉબેરવાળાએ ૧,૭૪૯નું ભાડું બતાવ્યું હતું. ઉબેર ગો અને પ્રીમિયરનું ભાડું અનુક્રમે ૧,૨૬૬ તથા ૧,૪૩૮ બતાવ્યું હતું, જ્યારે ઓલાની ટેક્સીમાં મુંબઈ-ઘાટકોપર માટે લગભગ ૮૯૧ રૂપિયાનું ભાડું દર્શાવ્યું હતું. જોકે, ભારે વરસાદને ધ્યાનમાં રાખીને મોટાભાગના કાળીપીળી ટેક્સીવાળા પણ ખરાબ રસ્તા અને રસ્તા પર પાણી ભરાતા હોવાથી ટ્રાફિકમાં ફસાય નહીં એ બાબત ધ્યાનમાં રાખીને ભાડું નકારી દેતા હોય છે, ત્યારે આવા સંજોગોમાં પ્રવાસી પાસેથી વધારે ભાડું વસૂલતા હોય છે, એવું સૂત્રોએ જણાવ્યું હતું.

 36 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી