મુંબઇમાં ભારે વરસાદઃ અનેક સ્થળોએ પાણી ભરાયા, વાહન વ્યવહાર ઠપ

મુંબઇમાં ફરી વખત વરસાદ શરૂ થઇ ગયો છે. મોડી રાતથી શરૂ થયેલો વરસાદ અવિરત પણે વરસી રહ્યો છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ જવાના કારણે વાહન વ્યવહારમાં સમસ્યા થઇ રહી છે. પાલઘરમાં પાણી ભરાઇ જવાના કારણે ચાર ટ્રેનો રદ્ કરવામાં આવી છે જ્યારે પાંચ ટ્રેનો ડાઇવર્ટ કરવામાં આવી છે.

હવામાન ખાતાએ પણ મુંબઇમાં ભારે વરસાદની આગાહી કરી છે. છેલ્લા બે દિવસથી મુંબઇમાં વરસાદ વરસી રહ્યો છે જેના કારણે માર્ગો પર પાણી ભરાઇ ગયું છે. અનેક માર્ગો પર વાહનોમાં પાણી ઘૂસી જવાથી બંધ પડી ગયા છે. ટ્રાફિકની ગતિ પણ સુસ્ત બની ગઇ છે.

અમુક જગ્યાએ સડકો પરથી હવે ઘરો અને દુકાનોમાં પાણી ભરાવાની શરૂઆત થઇ છે. અને ઓફિસે જતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

 13 ,  1