ગુજરાત: રાહતના સમાચાર, આગામી 5 દિવસમાં પડશે અતિભારે વરસાદ

ગુજરાતમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું વરસાદ લાવતું હોય છે. આ વખતે વરસાદ ખેંચાઈ ગયો છે. હવામાન ખાતાના જણાવ્યા અનુસાર અત્યારે બંગાળની ખાડીમાં હવાનું હળવું દબાણ સર્જાયું છે. આ સાથે જ રાજ્ય ઉપર અપરએર સાયક્લોનિક સર્ક્યુલેશન પણ સર્જાયું છે. જેની અસર પણ રાજ્યના હવામાન પર થશે.

હવે હવામાન ખાતાએ કરેલી આગાહી મુજબ આગામી 5 દિવસમાં રાજ્યમાં વ્યાપક વરસાદ પડવાની સંભાવના છે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર સહિતના તમામ જિલ્લાઓમાં વરસાદ પડશે.

ભારતીય હવામાન વિભાગ (IMD)એ 48 કલાક દરમ્યાન રાજસ્થાન, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, તામિલનાડુ અને કેરળમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગનું કહેવું છે કે, અગામી 10થી 12 દિવસમાં દેશના મોટાભાગના વિસ્તારમાં સામાન્યથી ભારે વરસાદ વરસી શકે છે. તો, દેશના કેટલાક વિસ્તારમાં થોડા જ કલાકોમાં ભારે વરસાદ પડી શકે છે

 47 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી