September 23, 2021
September 23, 2021

ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી, NDRFની ટીમો પણ તૈયાર

બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાતા વરસાદી માહોલ

ગુજરાતમાં આજથી 3 દિવસ સારા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘમહેર થશે તેવી શક્યતા પણ હવામાન વિભાગે વ્યક્ત છે. હવામાન વિભાગે કરેલી આગાહીથી ખેડૂતો સહિત સામાન્ય લોકોને પણ મોટી રાહત મળશે. ખાસ કરીને આજે સૌરાષ્ટ્રના અમરેલી, બોટાદ, ભાવનગરમાં સારા વરસાદની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ સુરત, નવસારી, તાપી, ભરૂચ, વલસાડ, ડાંગ અને નર્મદા જિલ્લામાં પણ સારા વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જેમાં આગામી 8 અને 9 સપ્ટેમ્બરે ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઇ છે. દક્ષિણ, મધ્ય, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાંક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં આગામી બે દિવસ માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપી દેવાઇ છે. આ સાથે રાજ્યમાં એનડીઆરએફની સાત ટીમો સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.

રાજ્યમાં પાંચ દિવસ સારા વરસાદની હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના 70 તાલુકામાં વરસાદી માહોલ છવાયો છે. સોમવારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. સુરત શહેરમાં સૌથી વધુ સાડા ત્રણ ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે નવસારીમાં ત્રણ ઈંચ વરસાદ પડ્યો છે. સુરતના પલસાણામાં 2 ઈંચ, ઓલપાડમાં 1.7 ઈંચ, ગણદેવીમાં 1.1 ઈંચ અને તિલકવાડામાં 1.6 ઈંચ વરસાદ નોંધાયો છે. છોટાઉદેપુરના નસવાડીમાં પણ 1.8 ઈંચ વરસાદ નોંધાયો છે. અમરેલીના રાજુલા અને માંગરોળમાં એક-એક ઈંચ અને ખાંભા તેમજ લાઠીમાં પોણો ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે બનાસકાંઠાના વડગામ અને ધાનેરામાં અડધો ઈંચ વરસાદ નોંધાયો છે.

વધુ વરસાદની સંભાવનાવાળા વિસ્તારોમાં 8 NDRFની ટીમ રવાના કરવામાં આવી છે. જેમા સૌરાષ્ટ્રમાં કચ્છ, ગીર સોમનાથ, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, જ્યારે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો નવસારી, વલસાડ, સુરતમાં NDRFની ટીમ મોકલવામાં આવી છે. આ ઉપરાંત હાલમાં 7 NDRFની ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.

 18 ,  1