September 23, 2020
September 23, 2020

અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં ધોધમાર વરસાદ

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 33 જિલ્લાઓનાં 234 તાલુકામાં વરસાદ વરસ્યો

હાલ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 33 જિલ્લાઓનાં 234 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ તાપીના વાલોદમાં 5.48 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે વ્યારામાં 93 અને ડોલવણમાં 95 એમએમ વરસાદ ખાબક્યો છે. બારડોલીમાં 96 એમએમ, માંગરોળમાં 94 એમએમ વરસાદ નોંધાયો છે. આ સાથે હવામાન વિભાગની આગાહી પ્રમાણે, હજી બે દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

અમદાવાદમાં દિવસભર વરસાદી માહોલ સર્જાયા બાદ મોડી રાત્રે અમદાવાદના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. રવિવારની સાંજે ઘણા લોકો બહાર નીકળ્યા હતા જેથી તેઓએ વરસાદની મજા માણી હતી. તો અમદાવાદમાં થોડા સમય માટે આવેલા ધોધમાર વરસાદને લઇને ઘણા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઇ હતી. 

મધરાત્રે ભારે વરસાદને કારણે વાસણા બેરેજના ત્રણ દરવાજા બે ફૂટ ખોલવામાં આવ્યા હતા અને 4983 ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું હતું. સૌથી વધુ વરસાદ 3.75 ઇંચ વરસાદ ઓઢવમાં જ્યારે મણિનગરમાં 3.25 ઇંચ, મેમ્કોમાં 3 ઇંચ જ્યારે ચકુડિયા, રાણીપ, ઉસ્માનપુરા, દૂધેશ્વરમાં 2-2 ઇંચ વરસાદ નોંધાયો હતો.

રાજ્યમાં ભારે વરસાદની આગાહી

બંગાળની ખાડીમાં લો પ્રેસર સર્જાતા ગુજરાતમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 12 ઓગસ્ટ દક્ષિણ ગુજરાતમાં અને 13 ઓગસ્ટ ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે.

દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ, નવસારી, દમણ દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે..સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે..તો13 ઓગસ્ટે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર ,અરવલ્લીમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે.

 65 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર