September 26, 2022
September 26, 2022

મુંબઈ થઈ પાણીપાણી, ફ્લાઈટો બંધ, અનેક સ્થળે ટ્રાફિકજામ, ‘લોકલ’ પડી ધીમી

મુંબઈમાં છેલ્લા ઘણા દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદ અને ખરાબ દૃશ્યતાના કારણે મુંબઈ વિમાનમથક પર સોમવારે ફ્લાઈટનું સંચાલન ગંભીર રીતે પ્રભાવિત રહ્યું હતું. અતિભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને મુંબઈ અને ઉત્તર કોંકણ માટે ‘રેડ એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે.

શહેરના લાલબાગ, હિંદમાતા, પરેલ, વરલી અને દાદર વિસ્તારમાં ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે. સ્કાઈમેટ મુજબ, આજે મુંબઈમાં થોડા થોડા અંતરે ભારે વરસાદની શક્યતા છે. સપ્તાહના પહેલો દિવસ હોવાના કારણે આજે ઓફિસે જનારા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

હવામાન વિભાગના આધારે રાયગઢ, થાણે અને પાલઘરમાં મંગળવારે પણ આ પ્રકારની સ્થિતિ યથાવત રહેવાની છે. રત્નાગિરી અને સિંધુદૂર્ગમાં શુક્વાર સુધી ભારે વરસાદ પડશે. હવામાન વિભાગે માછીમારોને અરબ સાગરમાં ન જવાની ચેતવણી આપી છે. 40થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની અને ઊંચા મોજા ઉછળવાની સંભાવના છે.

એરપોર્ટના પ્રવક્તાએ વધુમાં જણાવ્યું કે, દરેક મિનિટે વિઝિબિલિટિમાં ફેરફાર થઈ રહ્યા છે. હવામાનના કારણે ઓપરેશનમાં વિલંબ થઈ રહ્યો છે. કોઈ ફ્લાઇટ કેન્સલ નથી કરવામાં આવી પરંતુ અત્યાર સુધી 3 ફ્લાઇટને ડાઇવર્ટ કરવામાં આવી છે.

 42 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી