ચોમાસુ: આગામી 3 દિવસગુજરાત માટે ભારે..

છેલ્લા કેટલાક દિવસથી દક્ષિણ અને મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં વરસાદ વરસી રહ્યો છે, પરંતુ અમદાવાદ શહેરમાં એક સપ્તાહથી સતત ઉકળાટ વધી રહ્યો છે પરંતુ વરસાદ ના આવતાં શહેરીજનો અકળાયા છે. હવામાન વિભાગે જાહેર કરેલી આગાહીના પગલે, રાજ્યમાં આગામી 3 દિવસ સુધી વરસાદી વાતાવરણ યથાવત રહેશે.

આ સિવાય એક બાજુ દક્ષિણ ગુજરાત જળબંબાકાર છે, તો ઉત્તર ગુજરાત કોરું ધાકોર છે. દક્ષિણ ગુજરાતના વલસાડ, વાપી, નવસારી અને સુરતમાં ધોધમાર વરસાદે તરબોળ કરી નાખ્યું છે. તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ સાબરકાંઠામાં નહીંવત વરસાદ પડી રહ્યો છે. કચ્છ જિલ્લામાં પણ વરસાદ ન થતાં ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે.

હવામાન ખાતા દ્વારા જણાવાયુ છે કે, અરબ સાગરમાં સક્રિય થયેલી મોન્સુન સિસ્ટમના પગલે વરસાદી માહોલ રચાયા બાદ ૩જી જુલાઈથી ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે. અપર એર સાયક્લોનીક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય છે, જેના કારણે આગામી 24 કલાકમાં ગુજરાતના કેટલાક ભાગમાં ભારે વરસાદ પડી શકે છે.

 42 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી