ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી

ઓડિશા અને આંધ્રપ્રદેશ પર ત્રાટક્યું ‘ગુલાબ’ વાવાઝોડું

ગુલાબ વાવાઝોડું બંગાળની ખાડીથી આગળ વધીને મધ્યપ્રદેશના ઉત્તર-પશ્ચિમી વિસ્તાર સુધી પહોંચ્યું છે તેમ જ આગામી 24 કલાક દરમિયાન ગુજરાત સુધી પહોંચવાની શક્યતા છે, જેને કારણે સર્જાનારી સાઇક્લોનિક સરક્યુલેશનની અસરથી 24 કલાકમાં વાતાવરણમાં પલટો આવ્યા બાદ અમદાવાદ સહિત રાજ્યમાં 40થી 60 કિલોમીટરની ગતિના પવનો અને વીજળીના કડાકા સાથે હળવોથી ભારે વરસાદ પડવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. 28 સપ્ટેમ્બરે રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી ઝાપટાથી હળવો વરસાદ જ્યારે 29 સપ્ટેમ્બરે હળવોથી ભારે તેમ જ બુધવારે 30 સપ્ટેમ્બરના રોજ રાજ્યનાં કેટલાંક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે.

ગુજરાતમાં આગામી બે દિવસ તારીખ 28 અને 29 સપ્ટેમ્બરના રોજ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. તેમજ આગામી પાંચ દિવસ સુધી વરસાદી માહોલ રહેશે. જેમાં રાજયમાં દક્ષિણ ગુજરાત સહિત અનેક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન ખાતાએ આગાહી કરી છે કે 28 અને 29 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની સાથે 40થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. ગુલાબ વાવાઝોડાની ગુજરાતમાં કોઈ અસર થઈ નથી પરંતુ વાવાઝોડું નબળું પડ્યા બાદ જે સાયક્લોનિક સરક્યુલેશન સર્જાશે તેની અસરથી રાજ્યમાં વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે.

નોર્થ ઈસ્ટ અરેબિયન સમુદ્ર પર દરિયાની સપાટીથી 3.1 કિલોમીટરની ઊંચાઈ પર સાયક્લોનિક સરક્યુલેશન સર્જાયું છે. તેના કારણે ગુજરાતમાં આગામી પાંચ દિવસ વરસાદ પડવાની શક્યતા છે.

 137 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી