ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

આ તારીખ દરમિયાન બહાર પણ ન નિકળતા નહી તો…

ગુજરાતમાં રહી રહીને જાણે ચોમાસુ જામી રહ્યું હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. આગામી 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યના વિવિધ હિસ્સાઓમાં ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે. મહારાષ્ટ્રના દક્ષિણભાગ, મધ્યપ્રદેશ, ગુજરાતના ઉત્તર પૂર્વીય ભાગો અને રાજસ્થાનના કેટલાક હિસ્સાઓમાં સારો વરસાદ પડે તેવી શક્યતા છે. આ ઉપરાંત 12થી 15 ઓક્ટોબર દરમિયાન વાદળછાયુ વાતાવરણ રહેવાની શક્યતા છે. 20-22 ઓક્ટોબર દરમિયાન હવામાનમાં મોટો પલટો આવે તેવી શક્યતા છે.

સપ્ટેમ્બરના બીજા અઠવાડિયાથી સક્રિય થયેલા ચોમાસાને કારણે રાજ્યમાં 81 ટકા વરસાદ પડ્યો છે. અત્રે નોંધનીય છે કે, સપ્ટેમ્બરના પ્રથમ અઠવાડિયામાં રાજ્યના 50 ટકા વરસાદ ઓછો હતો. જો કે સપ્ટેમ્બર મહિનામાં પહેલા વરસાદને કારણે હવે માત્ર 19 ટકા વરસાદની ઘટ છે. જ્યારે રાજ્યના 8 જિલ્લામાં 40 ટકાથી વધારે વરસાદની ઘટ છે. જો કે જે પ્રકારની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે તે જોતા હવે તે ઘટ પણ વરસાદ ની રહેવાની શક્યતા નહીવત્ત છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યના 8 જિલ્લામાં 40 ટકાથી વધારે વરસાદ ઘટ હોવાની શક્યતા છે. જેમાં સૌથી વધારે 47 ટકા ઘટ દાહોદમાં છે. જ્યારે 8 જિલ્લામાં 5થી 45 ટકા વધારે વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધારે 45 ટકા વરસાદ દેવભુમિ દ્વારકા જિલ્લામાં પડ્યો છે. અત્રે નોંધનીય છે કે, ગુજરાતમાં એક સમયે દુષ્કાળની સ્થિતિ પેદા થઇ હતી. પીવાના પાણીની પણ સમસ્યા થાય તેવી શક્યતા હતી. જો કે હવે લીલા દુષ્કાળની સ્થિતિ પેદા થઇ છે. અનેક જિલ્લાઓમાં પુરની પરિસ્થિતિ જોવા મળી રહી છે.

 100 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી