September 27, 2020
September 27, 2020

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ઓગસ્ટની શરૂઆતમાં ભારે વરસાદની આગાહી

સાયક્લોનિક સરક્યુલેશન સક્રિય થતાં સારા વરસાદની શક્યતા સેવવામાં આવી રહી છે.રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ 41 ટકા વરસાદ થયો છે અને  દક્ષિણ ગુજરાતમાં ડાંગ, વલસાડ, નવસારી તેમજ દાદરાનગર હવેલી અને દીવમાં ભારે વરસાદ પડશે સાથેજ સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથમાં ભારે વરસાદ પડશે.

રાજ્યમાં આગામી પાંચ દિવસમાં ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ઓગસ્ટની શરૂઆતમાં ભારે વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે. જ્યારે અમદાવાદમાં માત્ર વરસાદી ઝાપટાથી સંતોષ માનવો પડે તેવી આગાહી છે. અત્યાર સુધી રાજ્યમાં સરેરાશ 41 ટકા વરસાદ નોંધાયો છે. સાયક્લોનિક સરક્યુલેશન સક્રિય થયું છે. જેથી રાજ્યમાં વરસાદ સારો રહેવાની શક્યતા જણાય છે.

હવામાન વિભાગના ડાયરેક્ટર જયંત સરકારે જણાવ્યું હતું કે, દક્ષિણ ગુજરાતમાં ડાંગ, વલસાડ અને નવસારી તેમજ કેન્દ્રશાસિત પ્રદેશો દાદરાનગર હવેલી અને દીવમાં ભારે વરસાદ પડશે. તેમજ સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથમાં ભારે વરસાદ પડશે. અમદાવાદમાં વરસાદી ઝાપટાની આગાહી કરવામા આવી છે.

 55 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર