ગુજરાતમાં ભારે વરસાદ – એક નજર

મેઘરાજાએ ગુજરાતમાં બરાબરની જમાવટ કરી છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં વરસાદ નોંઘાયો છે. જેમાં અમદાવાદનાં સોલા-સાયન્સ સિટીમાં પાણી ભરાયા છે. મહાલ્યા બંગલો ચાર રસ્તા ઝાડ પડતા રોડ રસ્તા બંધ થયા છે. જીવરાજ પાર્ક વિસ્તારમાં શિવશક્તિ સોસાયટી અને તેની આસપાસ ની 5 સોસાયટીમાં પાણી ભરાયા છે.

મચ્છુ 2 ડેમના પાંચ દરવાજા બપોરે ખોલવામાં આવશે.મોરબીનો બેઠો પુલ બંધ કરાયો છે.

શામળાજીનાં મેશ્વો નદીમાં પાણી આવતા પુલના અભાવે ૮ થી વધુ ગામો સંપર્ક વિહોણા બન્યા છે.

સિહોરનું ભાણગઢ ગામ પણ સંપર્ક વિહોળું બન્યું છે. ઘાંઘળી ભાનગઢ વચાળે આવેલ નદીમાં પાણી ભરાયા છે.વાહન ચાલકો,સ્થાનિકો લોકો અટવાયા છે. સિહોરના સેંદરડા ગામના ભારે વરસાદના પગલે તળાવનો પાળો તૂટ્યો છે. તળાવનો પાળો તૂટવાના કારણે ખેતરોમાં પાણી ભરાયા છે. અને પાકને ભારે નુકશાન થવા પામ્યું છે.સરપંચ નરૂભા સાથે સીધી વાત કરતાં જણાવ્યું હતું કે તળાવનો પાળો તૂટ્યો છે અને જેના કારણે ખેતરોમાં પાણી ભરાઈ ચુક્યા છે જેથી પાકને મોટું નુકશાનની થવાની ભીતિ વ્યક્ત કરાઇ છે.

મહેસાણાની આનંદ હોટલનો બનાવ સામે આવ્યો છે.આ હોટલ મહેસાણાનાં રાધનપુર ચાર રસ્તા નજીક આવેલી છે ત્યાં જમવા માટે ગયેલા ગ્રાહકને અપાયેલા પાણીમાં પોરા નીકળ્યા છે.પીવાના પાણીમાં જીવડા દેખાતા ગ્રાહકે વિડીયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે.ત્યારે હોટલ માલિક પોતાની ભૂલ હોવાનું આ વીડિયોમાં સ્વીકાર કર્યો છે.

ભારે વરસાદથી રાજકોટ-ઓખા ટ્રેન વ્યવહાર ઠપ્પ થયો છે. મુંબઈ સાથેના ટ્રેન વ્યવહારને નહીવત અસર છે.પડધરી પાસે ટ્રેક પર પાણી ભરાતા બાન્દ્રા-હાપા-ટ્રેન હાલ રાજકોટમાં રોકાઈ છે: ઓખા-અર્નાકુલમ 9 કલાક મોડી રવાના થશે.મધ્ય-કોંકણના ભારે વરસાદથી સિકંદરાબાદ-તૂતીકોરીન સહીતની ટ્રેનોનું આવાગમન રદ થયું છે.

 62 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી