GUJARAT: ભારે વરસાદ, NDRFની 18 અને SDRFની 11 ટીમો તૈનાત, 154 રસ્તા બંધ

રાજ્યમાં ભારે વરસાદની પરિસ્થિતીની આગાહીને ધ્યાને લઇને રાજ્યનું સમગ્ર વહીવટીતંત્ર સતર્ક છે. તમામ જિલ્લાઓને એલર્ટ પર રહેવા સૂચના આપવામાં આવી છે.સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જણાવ્યા મુજબ ભારે વરસાદની આગાહી વચ્ચે રાજ્યમાં કોઇ સ્થળે વધુ સ્થિતિ ગંભીર બને તો તેવા સંજોગોમાં રેસ્કયુ સહિતની કામગીરી સત્વરે પૂરી પાડવા માટે NDRFની 18 ટીમો અને SDRFની 11 ટીમો તહેનાત કરવામાં આવી છે.
દક્ષિણ ગુજરાતમાં NDRFની 7 ટીમ, સૌરાષ્ટ્રમાં 5 ટીમ, ઉત્તર અને પૂર્વ ગુજરાતમાં ત્રણ-ત્રણ ટીમો કાર્યરત છે. રાજ્યમાં થઇ રહેલ વરસાદને પરિણામે કોઝવેમાં પાણી ભરાયા છે અને 154 રસ્તાઓ બંધ છે. જેમાં તાપી જિલ્લાના 39, છોટાઉદેપુરમાં 31 રસ્તાઓનો સમાવેશ થાય છે. ઉપરાંત 16 ગામોને વીજળીની અસર થઇ છે.

રાજ્યમાં ભારે વરસાદ પડે તો સમગ્ર પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર સજ્જ છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા તમામ જિલ્લાઓ સાથે સતત સંપર્ક કરીને મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે.

 66 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી