મહેસાણામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, કડીમાં અતિ ભારે 12 ઈંચ વરસાદ, નિચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ

મહેસાણા જિલ્લામાં સાર્વત્રિક રીતે વરસાદ વરસી રહ્યો છે ત્યારે કડી માં શુક્રવાર બપોર પછી શરૂ થયેલા વરસાદ થી કડીની બજારોમાં તેમજ કરણનગર રોડ પરની છ જેટલી સોસાયટીઓમાં પાણી ભરાયા હતા. તથા કુંડાળ ની કાશીબા સોસાયટીની દીવાલ તૂટતા બાજુમાં આવેલી ઘનશ્યામનગર સોસાયટીમાં પાણી ઘુસી ગયા હતા. સદનસીબે તાલુકામાં કોઈ જાનહાની સર્જાઇ નથી.

કડી માં આવેલ અંડરબ્રિજ પણ સંપૂર્ણ રીતે પાણીમાં ગરકાવ થઇ ગયો છે. આ ઉપરાંત ભીમસર તળાવ પાણીથી ઓવરફ્લો થતા કડી માર્કેટયાર્ડમાં કેડ સમાં પાણી ભરાઇ જતા, લાખો રૂપિયાના અનાજનો જથ્થો પાણીમાં પલળી ગયો છે.

મહેસાણા જિલ્લા માં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે ત્યારે ખેડૂતો માં અનેરો આનંદ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ શહેરી જનો માટે મુશ્કેલીઓ પણ સાથે લાવ્યો છે. ત્યારે કડી માં 24 કલાક માં 12 ઇંચ વરસાદ ખાબકતા કડી ની હાલત અસ્તવ્યસ્ત થઈ ગઈ છે. કડી શહેર ના કરણનગર  રોડ પર આવેલી જય ગુરુદેવ સોસાયટી, એટલાન્ટા પાર્ક,મારુતિ એવન્યુ ,રાજ વૈભવ જેવી કેટલીયે સોસાયટીઓ માં ઘરમાં પાણી ઘુસ્યા હતા. જેના કારણે સોસાયટીના રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો.

જય ગુરુદેવ સોસાયટીમાં  ઢીંચણ સુધા પાણી હતા સાથે આ સોસાયટીના ઘરો માં પણ પાણી ભરાઈ ગયા હતા. આ સોસાયટી માં છેલ્લા 10 વર્ષથી પાણી ભરાવાની સમસ્યા જોવા મળે અને તેની વારંવાર રજુઆત કરવા છતાં અત્યાર સુધી પાલિકા દ્વારા કોઈ એક્શન લેવામાં આવ્યું નથી. તો બીજી તરફ કડી નગરપાલિકા પણ પાણી ભરાવાની સમસ્યા ને લઈ તાત્કાલિક હરકત માં આવી ગયી હતી પરંતુ શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયી જતા તેઓ લાચાર થયી ગયા હતા

 27 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી