મુંબઈમાં ભારે વરસાદઃ મહાલક્ષ્મી એકસપ્રેસ ટ્રેનનાં 2000 મુસાફરો ફસાયા…

મુંબઈમાં ભારે વરસાદના કારણે ઘણા વિસ્તારમાં સ્થિતિ ખૂબ જ ખરાબ બની ગઈ છે. રેલવે ટ્રેક ઉપર પાણી ભરાઈ જવાના કારણે મુંબઈ-કર્જત વચ્ચેની રેલવે સેવા બંધ કરાઈ છે. એક સમાચાર પ્રમાણે અંદાજે 2000 મુસાફરો મહાલક્ષ્મી એકસપ્રેસ ટ્રેનમાં ઇસાઇ ગયા છે.

રેલવે ટ્રેક ઉપર પાણી ભરાઈ જતાં મુંબઈથી 100 કિમી દૂર બદલાપુર-વંગાની વચ્ચે મહાલક્ષ્મી એક્સપ્રેસને રોકી દેવામાં આવી છે. તમામ મુસાફરોને બચાવવામા માટે એનડીઆરએફની ટીમ સાથે ઈન્ડિયન નેવીના હેલિકોપ્ટરની મદદ લેવાઈ છે. રેલવેએ કહ્યું છે તમામ યાત્રીકો સુરક્ષિત છે. મુસાફરોને ટ્રેન નીચે ન ઉતરવાની સલાહ આપાઈ છે. પોલીસ અને આરપીએફની ટીમ ટ્રેનમાં જ છે.

તો બીજી તરફ 24 ફલાઇટ રદ્દ કરવામાં આવી છે. અને 17 ફ્લાઈટ ડાયવર્ટ કરાઈ છે.. હવામાન વિભાગે હજુ 24 કલાક દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે અને લોકોને ઘરની બહાર ન નિકળવાની સલાહ આપવામાં આવી રહી છે.

 42 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી