નેપાળમાં ભારે વરસાદ ,વાદળ ફાટતા જળ પ્રલય..

ભયકંર પુરમાં 3 ભારતીય સહીત 23 વ્યક્તિઓ લાપત્તા..

નેપાળમાં વાદળ ફાટવાને પગલે, જળ પ્રલયની સ્થિતિ સર્જાઈ છે. વાદળ ફાટતા પડેલા અતિભારે વરસાદથી, ઘસમસતા પૂરમાં 3 ભારતીય સહીત કુલ 23 વ્યક્તિઓ તણાઈ ગયા છે. સ્થાનિકોને નજીકની સરકારી શાળામાં સ્થળાંતર કરવામાં આવ્યા છે. સિંધુપાલ ચોકમાં આવેલા પૂરના કારણે ઘણા લોકોના ઘરમાં પાણી ભરાઈ ગયા છે.

મીડિયા રીપોર્ટ અનુસાર, વાદળ ફાટવાના કારણે આવેલા પૂરથી, ત્રણ ભારતીય સહિત કુલ 23 લોકો ગુમ થયા છે. ગુમ થયેલા લોકોમાં ચીનના નાગરિકોનો પણ સમાવેશ થાય છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, છેલ્લા ચાર દિવસથી મધ્ય નેપાળમાં ભારે વરસાદ પડી રહ્યો છે. વરસાદને કારણે અનેક સ્થળોએ પાણી ભરાવાની સ્થિતિ સર્જાઇ છે.

નોંધનીય છે કે ,ગુરુવારે સવારે સિંધુપાલ ચોકમાં એકાએક વાદળ ફાટ્યું હતું. જેમાં 23 લોકો ગુમ થયા છે. સરકારી તંત્રે બચાવ અને રાહત કામગીરી હાથ ધરી છે. નદીકાંઠાના નીચાણવાળા વિસ્તારમાં આશરે 200થી વધુ મકાનો જોખમી અવસ્થામાં છે.

મીડિયા રિપોર્ટમાં આરોગ્ય પ્રધાન શેર બહાદુર તમંગેને ટાંકીને જણાવાયુ છે કે, નેપાળના મેલમચી અને ઇન્દ્રવતી નદીઓમાં પૂરમાં 23 થી વધુ લોકો લાપતા છે.મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મેલમચી નદીના કાંઠે આવેલા ગામોની ઝુંપડપટ્ટીના 300 જેટલી ઝૂંપડાઓ ઘસમસતા પૂરના પાણીમાં તણાઈ ગયા છે. તો લમજંગ જિલ્લામાં ઘણા મકાનો પાણીમાં ગરકાવ થઈ ગયા છે.હાલમાં તંત્ર દ્વારા બચાવની કામગીરી હાથ ધરાઈ છે .

 82 ,  1