રાજ્યમાં ફરી એકવાર વરસાદી સિસ્ટમ સક્રિય થઇ છે. કચ્છ પર સાયક્લોનિક સરક્યુલેશન સક્રિય થતા આગામી ત્રણ દિવસ કચ્છ સાથે સાબરકાંઠા, બનાસકાંઠા અને અરવલ્લીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જ્યારે સૌરાષ્ટ્ર, દીવ, દમણમાં પણ મધ્યમ વરસાદની આગાહી છે. આગામી ત્રણ દિવસ ઉત્તર ગુજરાતનાં અનેક વિસ્તારોમાં તથા સાબરકાંઠા, બનાસકાંઠા અને અરવલ્લીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે કચ્છ, સૌરાષ્ટ્ર દીવ દમણમાં પણ મધ્યમ વરસાદની આગાહી છે.
સરદાર સરોવર જળાશય કુલ સંગ્રહશક્તિના 85.33 ટકા ભરાયું છે.રાજ્યમાં હાલમાં 5,000 ક્યુસેક તથા તેથી વધુ પાણીની આવક ધરાવતા જળાશયોમાં સરદાર સરોવરમાં 4,46,725, કડાણામાં 84,522, ઉકાઇમાં 70,763, વણાકબોરીમાં 69,357, પાનમમાં 6,148 ક્યુસેકનો સમાવેશ થાય છે.
33 , 1