ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી..

સમગ્ર ગુજરાતમાં આગામી બે દિવસ ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. હાલમાં ગુજરાત પર એક સાયક્લોનિક સર્ક્યુલેશન સીસ્ટમ સક્રિય થવાના કારણે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં મેઘ મહેર થઇ રહી છે. હવામાન વિભાગે 27 અને 28 ઓગસ્ટે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.

27 ઓગસ્ટના એટલે કે, આજે મહીસાગર, પાટણ, વડોદરા, નર્મદા, પંચમહાલ, બનાસકાંઠા અને સુરતમાં, 28મી ઓગસ્ટના રોજ સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, ગાંધીનગર, મહેસાણા, અમદાવાદ, ભાવનગર અને ગીર સોમનાથ સહીત કચ્છના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.આ વર્ષે સીઝનનો 90% કરતા વધારે વરસી ચૂક્યો છે. જેના કારણે ગુજરાતના ખેડૂતોમાં ખૂશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

 43 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી