હેલિકોપ્ટર દુઘટર્નામાં 11 લોકોના મોત, ત્રણની હાલત ગંભીર

CDS બિપિન રાવતના હેલિકોપ્ટર ક્રેશ મામલે દિલ્હીમાં પીએમ મોદીએ કરી બેઠક

કુન્નુરમાં આર્મીનું હેલિકોપ્ટર ક્રેશ થયું. કહેવામાં આવી રહ્યું છે કે તેમાં સીડીએસ બિપિન રાવત પણ હાજર હતા. અત્યાર સુધીમાં ત્રણ જવાનોને બચાવી લેવાયા છે. જ્યારે 11 મૃતદેહો મળી આવ્યા છે.

તમિલનાડુના કુન્નરમાં આર્મીનું હેલિકોપ્ટર ક્રેશ થયું છે, જેમાં સેનાના વરિષ્ઠ અધિકારીઓ પણ સવાર હતા. હેલિકોપ્ટર ક્રેશ થયા બાદ બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. હાલમાં એ જાણી શકાયું નથી કે સેનાનું હેલિકોપ્ટર ખરાબ હવામાનને કારણે કે કોઈ ટેકનિકલ ખામીને કારણે ક્રેશ થયું હતું. દુર્ઘટના બાદ હેલિકોપ્ટરમાંથી આગની જ્વાળાઓ ઉભરાવા લાગી હતી.

મળતી માહિતી મુજબ હેલિકોપ્ટરમાં બિપિન રાવતની સાથે તેમના પત્ની પણ હેલિકોપ્ટરમાં સવાર હતા. બિપિન રાવતને હોસ્પિટલ લઇ જવાયા હોવાની પણ માહિતી છે. વેલિંગ્ટન મિલિટ્રી હોસ્પિટલમાં બિપિન રાવતની સારવાર ચાલી રહી છે. ઘટનાસ્થળ પર 6 એમ્બ્યુલન્સ તૈનાત રખાયાની માહિતી છે.

 36 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી