September 19, 2021
September 19, 2021

હેલો! બચ્ચન કે ઘર કે બહાર રખા હે બમ્બ….

બચ્ચન બંગલા સહિત ત્રણ સ્થળોએ બોમ્બ મૂકવાથી ખળભળાટ

મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં પોલીસ કંટ્રોલ રૂમમાં એક ફોન આવ્યો અને પોલીસ દોડતી થઈ હતી. મુંબઈ પોલીસ કંટ્રોલ રૂમમાં શુક્રવારે રાતે ફોન આવ્યો અને ધમકી અપાઈ કે 4 જગ્યાઓએ બોમ્બ રાખવામાં આવ્યો છે. મુંબઈના 3 પ્રમુખ રેલ્વે સ્ટેશન અને અમિતાભ બચ્ચનના બંગલામાં બોમ્બ રાખવાની સૂચના મળ્યા બાદ પોલીસે આ જગ્યાની સુરક્ષા વધારી છે. આ ફોન ખોટો હોવાનું તપાસમાં જાણવા મળ્યું છે. પણ પોલિસે કોલ કરનારી વ્યક્તિ અને તેની લોકેશન પણ શોધવાનું શરૂ કર્યું છે.

એક અધિકારીએ કહ્યુંકે અત્યાર સુધીની તપાસમાં કંઈ પણ શંકાસ્પદ ચીજ સામે આવી નથી. મુંબઈ પોલીસના મુખ્ય નિયંત્રણને શુક્રવારે રાતે એક ફોન આવ્યો જેમાં ફોન કરનાર વ્યક્તિએ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ, ભાયખલા, દાદર રેલ્વે સ્ટેશન અને અમિતાભ બચ્ચનના જૂહૂના બંગલમાં બોમ્બ રાખ્યા હોવાની સૂચના આપી હતી.

પોલીસ અધિકારીએ કહ્યું કે ફોન આવ્યા બાદ રાજકીય રેલ્વે પોલીસ, રેલ્વે સરક્ષા બળની સાથે બમ નિરોધક ટીમ, શ્વાન ટીમ અને સ્થાનિક પોલીસકર્મીને આ સ્થાનો પર તૈનાત કરાયા અને તપાસ કરાઈ છે. અહીં કોઈ પણ શંકાસ્પદ ચીજ સામે આવી નથી. તેમ છતાં તપાસ ચાલુ છે.

 55 ,  1