અભિશાપ રૂપ “વાયુ” ખેડૂતો માટે આશીર્વાદ

અભિશાપ રૂપ ‘વાયુ’ ખેડૂતો માટે આશીર્વાદ રૂપ સાબિત થયું છે કારણ કે વાવાઝોડાના કારણે ભારેથી અતિભારે વરસાદ પણ થયો છે. ગીર સોમનાથ, જૂનાગઢ અને પોરબંદરમાં ભારેથી અતિભારે વરસાદ થયો હતો. વાયુ વાવાઝોડું કાઠાના વિસ્તારમાં ફાયદાકારક થયો છે. પાણીના તળ અને ખેતીની દૃષ્ટીએ આ વરસાદ ફાયદાકારક છે. કોઈ નુકસાની ન થઈ અને ખેતી માટે ફાયદાકાર રહ્યો હતો.

જણાવી દઈએ કે ગુજરાતના કાંઠા વિસ્તારથી દૂર ગયેલું વાવાઝોડું વાયુ હજુ પણ સંપૂર્ણપણે ટળ્યું નથી. ગુજરાતના કચ્છ જિલ્લાના કાંઠા માથે વાયુનું સંકટ તોળાઈ રહ્યું છે. જોકે, વાયુ નબળું પડવાના કારણે હવે આગામી 17મી જૂને સાંજ સુધી કચ્છમાં ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ વાયુના પગલે આગામી 17મી જૂને સાંજે કચ્છમાં ભારે વરસાદ પડશે.  18મી જૂને રાજ્યના ઉપરના ભાગેથી વાયુ પસાર થશે તેથી ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠ, પાટણ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે.

 14 ,  1