September 20, 2021
September 20, 2021

હે મા, માતાજી : ‘બબીતાજી’નું દિલ જેઠાલાલના ટપ્પુ માટે ધડક્યું

મુનમુન દત્તા નવ વર્ષ નાના રાજ અનડકટને કરી રહી છે ડેટ!

લોકપ્રિય કોમેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં દરેક ઘરમાં પસંદ કરવામાં આવસો શો છે સીરીયલમાં જેમાં જેઠાલાલ બબીતા ​​જીને પસંદ કરે છે. બબીતા ​​જીની એક ઝલક મેળવવા માટે કંઈ પણ કરી શકે છે. પરંતુ વાસ્તવિક જીવનમાં મુનમુન દત્તાનું દિલ તારક મહેતા સીરીયલના જેઠાલાલના ટપ્પુ પસંદ કરે છે.

મુનમુન દત્તા અને રાજ અનડકટ(Raj Anadkat), જે ટપ્પુનું પાત્ર ભજવે છે, બંને એકબીજાને ખૂબ પસંદ કરે છે. ઘણી વખત રાજ અનડકટ મુનમુનના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના ફોટા પર એવી રીતે ટિપ્પણી કરે છે કે તે દર્શાવે છે કે બંને એકબીજાના ખૂબ સારા અને નજીકના મિત્રો છે. પરંતુ હવે વેબસાઈટ અનુસાર, બંને વચ્ચે મિત્રતા કરતાં વધુ સંબંધ છે.

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્માંની એક મોટી લવ સ્ટોરી સામે આવી છે. એક રિપોર્ટ પ્રમાણે મુનમુન દત્તા એટલે કે બબીતાજી એક શખ્સને ડેટ કરી રહી છે તે શખ્સ બીજુ કોઈ નહીં પરંતુ શોના ટપુ એટલે કે રાજ અંદકત છે. આ બન્ને એક્ટર પ્રેમમાં એટલા ડૂબ્યા છે કે, રાજ અને મુનમુન દત્તના ઇન્સ્ટાગ્રામ પોસ્ટ અને કમેન્ટ આ તરફ ઈશારો કરી રહી છે જે સોશિયલ મીડીયા યુઝર્સ દત્તાની તસ્વીર પર રાજના કમેન્ટ જોઈને પૂછતા હતા કે બન્ને વચ્ચે શું ચાલી રહ્યું છે જે હવે સ્પષ્ટ થઈ ગયું છે કે બંને વચ્ચે મિત્રતા કરતાં વધુ સંબંધ છે.

ટીમ બંનેના સંબંધોનું પણ સન્માન કરે છે

‘આ સિવાય, ટીમ’ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ‘બંનેના સંબંધોને સન્માન સાથે જુએ છે. કોઈ પણ બંનેની મજાક ઉડાવતું નથી. બંને વચ્ચે લાંબા સમયથી પ્રેમ છે, એટલે કે બંને લાંબા સમયથી ડેટિંગ કરી રહ્યા છે.

બંને વચ્ચે 9 વર્ષનું અંતર

તમને જણાવી દઈએ કે, રાજ અનડકટ 24 વર્ષનો છે અને મુનમુન દત્તા તેમનાથી 9 વર્ષ મોટા છે. મુનમુન તાજેતરમાં બે મહિનાના વેકેશન બાદ શોમાં પરત ફર્યો છે. તે જ સમયે, રાજ સતત શોનો ભાગ રહ્યો છે. બંને સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે.

તમને જણાવી દઈએ કે, મુનમુન 13 વર્ષથી શો સાથે સંકરાયેલ છે. તે સમયે ટપ્પુનું પાત્ર ભવ્ય ગાંધી નિભાવતો હતો. જો કે, 2017 માં ભવ્યએ શો છોડ્યા પછી, રાજે ટપ્પુની ભૂમિકા ભજવવાનું શરૂ કર્યું.

 102 ,  1