અરે,યે તો વોહી પેન્ડોરાવાલે સચિન હૈ ન…? જાને ભી દો યારોં..


ક્યા ભીડુ, ભારત કા કચ્ચા બચ્ચા હૈ તું..! ફોરેન મેં પૈસા..?

પનામા બાદ હવે પેન્ડોરાનો પટારો ખુલ્યો…

ટેક્સચોરી કરનારાઓમાં કેવા કેવા નામો…બાબા રે બાબા…

નાદાર અનિલનું નામ પણ ઉછળ્યુ…ચીની કંપની છોડશે..?

સચિનને “ભગવાન” માનનારાઓ તેમના વિશે શું કહેશે..?

(ખાસ અહેવાલ-દિનેશ રાજપૂત)

ઇન્ટરનેશનલ કોન્સોર્ટિયમ ઓફ ઇન્વેસ્ટીગેટિવ જર્નાલિઝમ-આઇસીઆઇજે- ના પત્રકારોને કન્યારાશિવાળા નામો ગમતા હોય તેમ પહેલા પનામાકાંડ નામ આપ્યુ અને હવે પેન્ડોરાકાંડ ના આપ્યું. 117 દેશોના 150 કરતાં વધુ મિડિયા સંસ્થાના 600 કરતાં વધારે પત્રકારોની ટીમે દિવસો ક મહિનાઓ સુધી 12 કરોડ જેટલા દસ્તાવેજોનું સંશોધનાત્મક રિપોર્ટીંગ કરીને શોધી કાઢ્યું કે ભારત સહિત વિશ્વના ક્યા દેશના કેટલા જાણીતાઓએ કેટલા કાળા-ધોળા નાણાં વિદેશમાં ઓફશોર કંપનીઓમાં મૂક્યા છે.

પાંચ વર્ષ પહેલાં પત્રકારોની આ જ ટીમે પનામા પેપરકાંડના નામો જાહેર કર્યા ત્યારે તેમાં ભારતના 500 મોટા લોકોના નામો હતા. 500 લોકોમાં ઐશ્વર્યારાય બચ્ચન, અજય દેવગન વગેરેના નામો હતા. જેમની સામે એવા આક્ષેપ આઇસીઆઇજે ટીમ દ્વારા કરાયા કે આ લોકોએ પોતાના બે નંબરના પૈસા વિદેશમાં ટ્ર્સ્ટો બનાવીને કરચોરી કરી છે. પદ્મભૂષણ મેળવનાર કોઇ કુશલપાલસિંઘનું નામ પણ હતું. તો પૈસે મિલ રહે હૈ ન..કહીને પાનમસાલાની એડ.માં પણ આવનાર અમિતાભ બચ્ચનનું નામ પણ જાહેર થયું હતું.

પનામા પેપરકાંડમાં જેમના નામો આવ્યાં તેઓ બધા સહીસલામત છે. અને પેન્ડોરા પેપરકાંડમાં પણ જેમના નામો જાહેર થયા છે મિડિયામાં તેઓ પણ સહીસલામત રહેશે. પેન્ડોરાનો જે પટારો ખુલ્યો છે તેમાં ભારત રત્નથી સન્માનિત અને જેમને ક્રિકેટના ભગવાન કહેવાય છે એ સચિન તેંડુલકરબાબાનું નામ પણ જાહેર તયું છે તો બ્રિટનની કોર્ટમાં ચીનની કંપનીએ પોતાના પૈસા માટે કરેલા દાવાના જવાબમાં પોતે તો કાયદેસર દેવાળિયા છે, ફૂટી કૌડી ભી નહીં હૈ એમ કોર્ટમાં સોગંદનામુ કરીને કહેનાર અંબાણી પરિવારના છોટે અનિલનું નામ પણ ઉછળ્યું છે..! કહે છે કે ભારતની બેંકો અનિલ પાસેથી 88 હજાર કરોડ માંગે છે અને દેવાળુ ફૂંકનાર ધીરૂભાઇ અંબાણી ખાનદાનના અનિલે, પેન્ડોરા પેપર અનુસાર, વિદેશમાં 18 કપનીઓમાં 1.3 અબજ ડોલરનું રોકાણ કર્યું છે….!

ભારતની પંજાબ નેશનલ બેંકને 13 બજાર કરોડના ખાડામાં ઉતારીને વિદેશ ભાગી ગયેલા ચાચા-ભતીજામાંથી નિરવ મોદીનું નામ પણ છે. તેનું નામ આવે તો નવાઇ નહીં કેમ કે એ તો છે જ એવો અને ભારતની બેંકો પાસેથી અબજો લઇને વિદેસમાં નાણાં રોક્યા છે પરંતુ નવાઇ પમાડે તેમ ક્યા ભીડુ…મેરા બચ્ચા હૈ તું…તકિયા કલામ ધરાવનાર જેકી શ્રોફબાબાનું પણ નામ છે…! તેમણે પણ પોતાના નાણાં બ્રિટીશ વર્જિનિયા આઇલેન્ડ-બીવીઆઇ- નામના દેશમાં ટ્ર્સ્ટો બનાવીને કંપનીઓમાં રોક્યા છે. બીવીઆઇ નામનો આ દેશ ટેક્સ હેવન દેશ ગણાય છે.

તમારે તમારા દેશમાં ટેક્સ ભરવો ના હોય તો તમ તમારે અમારે કાગળિયા લઇને ત્યાં આવો…બોગસ કંપનીઓ બનાવો અને તેમાં નિરાંતે રોકાણ કરીને એ..ય પગ લાંબા કરીને આરામ કરો…! મોજ કર વ્હાલા…તારૂ કોઇ નામ ના લે…!!\

જેઓ સચિનના નામની અગરબત્તી કરે છે એવા કેટલાય લાખો ક્રિકેટચાહકો પેન્ડોરાકાંડમાં સચિનનું નામ વાંચીને વગર બોલિંગે..વગર બેટીંગે…નો બોલમાં આઉટ થઇ ગયા..!! આપણાં દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારતરત્નથી સન્માનિત સચિનને પણ ભારતમાં કરેલી કમાણી પર ભારતમાં ટેક્સ ભરવું ગમતુ નહીં એટલે તેમણે પણ પોતાના નામે, પત્નીના નામે અને પત્નીના પિતાના નામે બીવીઆઇમાં કંપનીઓ ખોલીને એક નંબર કે બે નંબરના પૈસા મૂક્યા અને પછી કંપનીઓ ફડચામાં ગઇ એમ કહીને કંપનીઓ સમેટી લીધી…! કોઇ વળી એમ ન કહેતા કે સચિને ભારતરત્ન પુરસ્કારપરત કરી દેવુ જોઇએ…ના, એની કોઇ જરૂર નથી. એનો નિર્ણય ખુદ સચિને કરવો જોઇએ..આઇલા..!

સચિનની જેમ ભોળો દેખાતો ક્યા ભીડુ…વાળો જેકીદાદાનું નામ પણ તેમના ચાહકોને શરમમાં મૂકે તેમ છે. પર્યાવરણને બચાવવા પોતની જાતે જ વૈશ્વિક પ્રતિનિધિ બની બેઠેલા અને ગળામાં વૃક્ષારોપણને પ્રોત્સાહન આપવા ખાસ પ્રકારના મીની રોપાઓ ભરાવીને ફરતાં જેકીએ પણ બીવીઆઇમાં અને સ્વીસ બેંકમાં નાણાં રોક્યા હતા.ન્યૂઝીલેન્ડમાં તેમના સાસુમાએ ટ્રસ્ટ રચ્યું, દામાદ જેકીએ તેમાં નાણાં રોક્યા હેતુ પૂરો થઇ ગયો એટલે ટ્રસ્ટ સમેટી લેવાયું…!

ટીવી શોમા કે કપિલના શોમાં આવે છે ત્યારે જગ્ગુદાદા કેવી ડાહી ડાહી વાતો કરે અને દુનિયાને ઉપદેશ આપે- દેખ ભીડુ…દુનિયા કી જો હવા હૈ વો ખરાબ હો રહી હૈ ક્યા.. તો પેડ લગાને કા ક્યા…યે લે…એમ કહીને ગળામંથી માદળિયાની જેમ લટકાવેલ મીની રોપા કાઢીને સામાવાળાને પહેરાવી દે…! ભારતમાં પેડ લગાને કી બાતેં..અને વિદેશમાં પૈસો કા ઝાડ….લગાયા બાવા …!1 ક્યા ભીડુ ઐસા કરને કા…આપ તો જિન્દાદીલી કી મિસાલ હો ક્યા..ઔર આપ હી દો નંબર કા પૈસા વિદેશ મેં….? મુઝે તુમસે હૈ કિતને ગીલે…તુમ કિતને બદલ ગિયે..બોલો તુમને ઐસા ક્યોં કિયા…ક્યોં કિયા..ક્યોં કિયા…! ભારત કી મહેરબાનિયાં ભૂલ ગયે ભીડુ…?

Niira Radia

પેન્ડોરાના પટારામાં લોબીસ્ટ નિરા રાડિયા છે, વિનોદ અદાણી પણ છે, કિરણ મજમુદાર શો પણ છે અને બીજા ઘણાં છે જેમણે બીવીઆઇ સહિત અન્ય ટેક્સ હેવન દેશોમાં બોગસ બોગસ ખાલીપીલી કંપનીઓ ખોલીને ભારતમાંથી કાળી-ધોળી કમાણીના કરોડો જમા કર્યા, કામ પત્યુ એટલે કંપનીઓ ગઇ પાણીમાં…ના ફડચામાં અને કુછ હુવા નહીં એમ માનીને ઉજળા ઉજળા થઇને ફરનારાઓને વૈશ્વિક પત્રકારોએ તેમના સફેદ વસ્ત્રો પર પેન્ડોરાનો કિચડના દાગ લગાવ્યાં છે…!પનામાની જેમ પેન્ડોરા પણ હળવેકથી મૂકાઇ જશે પટારામાં…?

હે ક્રિકેટના ભગવાન… હવે અમે તમને અગાઉની જેમ સન્માનની નજરે જ જોઇએ કે અરે, યે તો પેન્ડોરા વાલે સચિન હૈ… કહીને સંબોધીએ…..?? હન્ડ્રેડ સેન્ચ્યુરીની કમાણી..બીવીઆઇમાં સમાણી…? ઔર જગ્ગુદાદા, ક્યા ભીડુ…ભારત કા કચ્ચા બચ્ચા હૈ તું…! આપ તો ઐસે ના થે…

 25 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી