હે વપરાશકારો, હજુ પેટ્રોલ ડીઝલમાં રાહત માટે જોવી પડશે રાહ….

નાણામંત્રીએ ખુલાસો કર્યો કે આ યોગ્ય સમય નથી…

પેટ્રોલ અને ડીઝલનાં વપરાશકારોને હજુ રાહત મળે તેમ નથી કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે એમ જાહેર કહ્યું છે કે, પ્રેટલ ડીઝલ જીએસટી હઠેળ આવરી લેવાનો યોગ્ય સમય નથી. એમ મનાતું હતું કે વડાપ્રધાન મોદીના 71માં જન્મદીને જીએસટી કાઉન્સીલમાં પેટ્રોલ- ડીઝલને 28 ટકાના સ્લેબમાં આવરી લેશે અને પેટ્રોલ ડીઝલના ભાવમાં ધરખમ ઘટાડો થશે પરંતુ લખનઉમાં મળેવી જીએસટીને 45માં બેઠકમાં તેવું કાંઈ થયું નથી.

આજે પેટ્રોલ અને ડીઝલનાં ભાવો સામાન્ય જનતાને રડાવી રહી છે. અને લાખો લોકો આશા કરી રહ્યા હતા કે, પેટ્રોલ અને ડીઝલને GSTમાં સામેલ કરવામાં આવશે. પણ આજે લખનઉમાં કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં મળેલી GST કાઉન્સિલની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે, પેટ્રોલ અને ડીઝલને GST હેઠળ લાવવા માટે આ યોગ્ય સમય નથી. બેઠકમાં ચર્ચા સમયે રાજ્યોએ તેનો વિરોધ કર્યો હતો. આ ઉપરાંત કોરોનાની દવાઓ પર આપવામાં આવેલી છૂટ 31 ડિસેમ્બર 2021 સુધી વધારી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આજની GST કાઉન્સિલની બેઠકમાં ગુજરાતના નાણાં મંત્રી હાજર રહ્યા ન હતા.

કોરોના મહામારીને 20 મહિના બાદ આજે GST કાઉન્સિલની ફિઝિકલ બેઠક મળી હતી. વિત્ત મંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં મળેલી આ 45મી બેઠકમાં ગુજરાતના નાણાં મંત્રીને છોડીને દેશના તમામ રાજ્યોનાં નાણાં મંત્રી ઉપસ્થિત રહ્યા હતા. લખનઉમાં મળેલી આ બેઠકમાં પેટ્રોલ અને ડીઝલને જીએસટીમાં સામેલ કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. જો કે, રાજ્યોએ પેટ્રોલ અને ડીઝલને જીએસટીમાં સમાવવાનો વિરોધ કર્યો હતો. અને જણાવ્યું હતું કે, પેટ્રોલ અને ડીઝલને જીએસટી હેઠળ લાવવાનો આ યોગ્ય સમય નથી.

GSTની બેઠકમાં લાઈફ સેવિંગ દવાઓને છૂટ આપવામાં આવી છે. જેમાં અગાઉ કાઉન્સિલ દ્વારા કોરોના મહામારીમાં દવાઓ જેવી કે Amphotericin B અને Tocilizumab અપાયેલ છૂટને 31 ડિસેમ્બર 2021 સુધી વધારી દેવામાં આવી છે, જો કે, મેડિકલ સાધનોમાં છૂટ વધારવામાં આવી નથી. આ ઉપરાંત ભારતમાં 16 કરોડની કિંમતવાળી Zolgensma અને Viltepso દવાઓ તેમજ મસ્ક્યુલર એટ્રોફીની સારવારમાં વપરાતી દવાઓ ઉપર પણ છૂટ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેમજ કેન્સર માટેની ક્રીટૂડા પર GSTનો દર 12 ટકાથી ઘટાડીને 5 ટકા કરવામાં આવ્યો છે.

 39 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી