પતિની ઘાતકી હત્યા કરનાર પત્નીને નિર્દોષ છોડવાનો હાઇકોર્ટનો હુકમ

2013માં ભુજ સેશન્સ કોર્ટે મહિલાને આજીવન કેદની સજા ફટકારી હતી

ગુજરાત હાઈકોર્ટે પતિની હત્યાના કેસમાં મોટો ચુકાદો આપ્યો છે અને મહિલાને નિર્દોષ છોડવાનો હુકમ કર્યો છે. હાઈકોર્ટે પોતાના ચુકાદામાં જણાવ્યું હતું કે,  ગુનાની કબૂલાત કરવા માત્રથી ગુનો પુરવાર થયેલો ગણાય નહિ. સંજોગો આધારિત કેસમાં પુરવાઓની કડી પૂર્ણ થવી જરૂરી. પતિને ચપ્પુના 32 ઘા મારીને મોતને ઘાટ ઉતારવાના ચકચારી કિસ્સામાં હાઇકોર્ટે પત્નીની તરફેણમાં ચુકાદો આપ્યો છે. 

પત્નીને ટ્રાયલ કોર્ટે કરેલી સજા હાઇકોર્ટે રદ્દ કરી છે. ઘર કંકાસથી કંટાળીને ત્રસ્ત બનેલી પત્નીએ પોતાના પતિને ચપ્પુના 32 ઘા મારીને મોતને ઘાટ ઉતાર્યો હોવાનો આરોપ હતો. 2011માં કચ્છના ભુજમાં બનાવ બન્યો હતો. માહિલા છેલ્લા 10 વર્ષથી જેલમાં બંધ હતી. 2013માં ભુજ સેશન્સ કોર્ટે મહિલાને આજીવન કેદની સજા ફટકારી હતી.

હાઇકોર્ટે 50 વર્ષીય મહિલાને નિર્દોષ છોડવાનો હુકમ કરતાં હવે એક દાયકા બાદ મહિલાનો છૂટકારો થશે. મહિલાની આર્થિક સ્થિતિ નબળી હોવાથી મફત કાનૂની સહાય વતી એડવોકેટ દીપિકા બાજપાઈએ મહિલાનો કેસ લડ્યો હતો. 

 20 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી