સાવધાન..! પહેલા જેવી સ્થિતિ ન સર્જાય

કોરોનાના વધતા સંક્રમણ પર હાઇકોર્ટ ચિંતિત, સરકારને ચેતવ્યા

અમદાવાદ સહિત ગુજરાતભરમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના અને ઓમિક્રોનના કેસો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. જેના પગલે ગુજરાત હાઈકોર્ટે પણ દિવસભરમાં ડબલથી વધુ કેસ સંક્રમણનાં સામે ચિંતા વ્યક્ત કરતા હોસ્પિટલનાં વહીવટીય વિભાગને સુ-સજ્જ રહેવા નિર્દેશ કર્યો છે. એટલુ જ નહીં હાઈકોર્ટે કહ્યું કે,પહેલા જેવી સ્થિતિ ન થાય તેનુ ધ્યાન રાખજો. ગુજરાત હાઈકોર્ટે નિર્દેશ કરતા સાથોસાથ અમદાવાદ મહાનગર પાલિકાના રસીકરણ અભિયાનને વખાણતા AMCની કામગીરીની પણ નોંધ લીધી. કોરોના વિરોધી રસીકરણ માટે જનતાને પ્રોત્સાહિત કરતા AMCની કામગીરીના કોર્ટે વખાણ કર્યા હતા. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં 400ની આસપાસ કેસ નોંઘાઈ રહ્યા છે જેમાં ખાસ કરીને એકલા અમદાવાદમાં જ રાજ્યના 50 ટકા કેસ નોંધતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે.

ગુજરાતમાં કોરોનીની ત્રીજી લહેર આવી શકે છે. રાજ્યમાં કોરોના સાથે ઓમિક્રોનના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા એક સપ્તાહમાં ફરી કેસમાં મોટો વધારો થઈ રહ્યો છે. મહત્વનું છે કે કોરોના કાળ દરમિયાન હાઈકોર્ટે સરકારની કામગીરી પર સવાલો ઉઠાવ્યા હતા. આજે ફરી કોર્ટે રાજ્યમાં વધી રહેલા કેસને લઈને ચિંતા વ્યક્ત કરી છે. કોર્ટે વધતા કેસ વચ્ચે તૈયારી કરવાનું પણ કર્યું છે. બીજી બીજુ ગુજરાત હાઈકોર્ટેના નિર્દેશ સાથે જ સિવિલ હોસ્પીટલનું તંત્ર ‘એક્ટીવ’ થઇ ગયું છે. રાજ્યમાં છેલ્લા એક સપ્તાહથી જે રીતે કેસમાં વધારો થઈ રહ્યો છે, તેને જોતા લાગી રહ્યું છે કે ત્રીજી લહેર જલદી આવી શકે છે. કોર્ટે ત્રીજી લહેર માટે પૂર્વ તૈયારી કરવાનું સૂચન પણ આપ્યું છે.

નોંધનીય છે કે, અમદાવાદમાંમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના વધુ 182 કેસ નોંધાયા છે. 12 દિવસમાં જ કોરોનાના કેસમાં લગભગ 25 ગણો વધારો થયો છે. 12 દિવસ પહેલાં એટલે કે 18 ડિસેમ્બરે માત્ર 14 કેસ નોંધાયા હતા. આ ઉપરાંત 206 દિવસના ગાળા પછી આટલી મોટી સંખ્યામાં કેસ આવ્યા છે. અગાઉ 4 જૂને 176 કેસ નોંધાયા હતા. આમ સોમવારે અમદાવાદમાં 178 કેસની સરખામણીએ મંગળવારે વઘુ 4 કેસ નોઘાતા આંક 182 પર પહોંચ્યો છે. મંગળવારે નોંધાયા કેસમાં સૌથી વધુ બોડકદેવ, મણિનગર, થલતેજ અને ચાંદલોડિયાના છે.

સિવિલમાં ત્રીજી લહેરની સંભાવના વચ્ચે 1200 બેડ રિઝર્વ સહિત 3000 બેડની વ્યવસ્થા : સુપરિન્ટેન્ડન્ટ ડૉ. રાકેશ જોશી

એશિયાની સૌથી મોટી હોસ્પિટલ કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે સિવિલ હોસ્પિટલનું તંત્ર સજ્જ થઈ ગયું છે.અમદાવાદ સિવિલમાં 1200 બેડ રિઝર્વ રાખવામાં આવ્યા છે. કોરોના માટે 3 હજાર બેડની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ઉપરાંત ઓક્સિજન ટેન્ક અને દવાનો જથ્થો વધારવામાં આવ્યો છે. સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડૉક્ટર રાકેશ જશીએ જણાવ્યું કે નાગરિકોએ ધ્યાન રાખવું જોઈએ. ઓમિક્રોન ત્રણ ગણો ઝડપથી વધી રહ્યો છે.. જેથી મેળાવડા અને બિન જરૂરી બહાર જવાનું ટાળવું જોઈએ. સાથે જ જણાવ્યું કે લોકડાઉન કોઈ નિરાકરણ નથી. લોકોએ ખુદ સાવચેતી રાખવાની જરૂર છે.

 51 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી