રાજ્યમાં કોરોનાના કેસ વધતા હાઈકોર્ટનો નિર્દેશ, લોકડાઉન લગાવો

વિકેન્ડ કર્ફ્યૂ બાબતે પણ નિર્ણય લેવા હાઈકોર્ટનો નિર્દેશ

અમદાવાદ સહિત ગુજરાતભરમાં દિવસેને દિવસે કોરોનાની સ્થિતિ ચિંતાનજક બની રહી છે. ત્યારે વધતા કોરોનાના કેસને લઈને હાઈકોર્ટનો સરકારને આદેશ કર્યો છે. રાજકીય કાર્યક્રમો પર અંકુશ લગાવવાનો પણ આદેશ કર્યો છે. રાજ્યમાં સરકાર 2 કે 3 દિવસના વિકેન્ડ કર્ફ્યું લગાવે તેઓ હાઇકોર્ટે નિર્દેશ કર્યો છે. રાજ્યમાં લોકડાઉનની જરૂર પડે તેવી સ્થિતિનું હાઈકોર્ટનું અવલોકન કર્યું છે. રાજ્ય સરકાર 2 દિવસમાં વિકેન્ડ કર્ફ્યુની જાહેરાત કરી શકે છે.

  • રાજ્યમાં કોરોનાના કેસ વધતા હાઈકોર્ટનો નિર્દેશ
  • રાજ્યમાં લોકડાઉનની જરૂર પડે તેવી સ્થિતિનું હાઈકોર્ટનું અવલોકન
  • 3થી 4 દિવસમાં લોકડાઉન લગાવવા હાઈકોર્ટનો નિર્દેશ
  • વિકેન્ડ કર્ફ્યૂ બાબતે પણ નિર્ણય લેવા હાઈકોર્ટનો નિર્દેશ
  • રાજકીય કાર્યક્રમો પર પણ રોક લગાવવાનો આદેશ

ગુજરાતમાં કોરોના સંક્રમણના કેસ ભયજનક રીતે વધી રહ્યા છે. રાજ્યનો કોરોના રિકવરી રેટ પણ ઘટીને 93.81 ટકાએ પહોંચ્યો છે. વધતા સંક્રમણથી અલર્ટ થયેલાં તાપી, વલસાડ, કડી, જામનગર, આણંદ-ખેડા, મોરબી, દાહોદનાં વિવિધ બજારો ધરાવતાં નગરો અને ગામડાંએ સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યું છે. તો બીજી બાજુ, શહેરોમાં પણ રાત્રિ કર્ફ્યૂને કારણે વેપાર-ધંધા પર અસર પડતી હોવાથી વેપારી એસોસિયેશન માને છે કે કોરોના કાબૂમાં લેવા હવે સરકારે વીકેન્ડ લોકડાઉન લાદવું જોઈએ, જેથી ઝડપથી કાબૂ આવી શકે, સાથે જ ઇન્ડિયન મેડિકલ એસોસિયેશને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી લોકલ સંક્રમણ અટકાવવા માટે આંશિક લોકડાઉન કરવામાં આવે એવી અપીલ કરી છે. ત્યારે ગુજરાત સરકારે પણ આ બાબતે ગંભીરતાથી વિચારણા શરૂ કરી દીધી છે અને આગામી બે દિવસમાં ગુજરાતમાં વીકએન્ડ લોકડાઉન લાદવામાં આવે એવી શક્યતાઓ જણાઈ રહી છે.

ત્યારે હવે હાઇકોર્ટે આ મામલે સરકારને ટકોર કરી છે. દિનપ્રતિદિન વધી રહેલા સંક્રમણને લઇ લોકડાઉન લગાવવા નિર્દેશ આપ્યા છે. હાલ ગુજરાતમાં આંશિક લોકડાઉન જેવી સ્થિતિ છે. રાત્રે 9 થી સવારે 6 વાગ્યા સુધી કરફ્યૂ હોય છે. પરંતુ તેમ છતા કોરોના કાબૂમાં આવી નથી રહ્યો. આવામાં ગુજરાતમાં લોકડાઉનની જરૂર છે તેવું ગુજરાત હાઈકોર્ટે ગુજરાત સરકારને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે. ગુજરાતમાં લોકડાઉનની જરૂર હોવાનું હાઈકોર્ટે અવલોકન કર્યું છે. સાથે જ હાલની સ્થિતિમાં કરફ્યૂની જરૂર હોવાનું પણ હાઈકોર્ટે અવલોક્યું છે.  

ગુજરાત હાઈકોર્ટે કોરોનાની સ્થિતિ જોતા રાજ્ય સરકારને કેટલાક નિર્દેશ આપ્યા છે. જેમાં જાહેર કાર્યક્રમોમાં નિયમો કડક કરવા સૂચના આપી છે. સાથે જ કોવિડના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા પણ નિર્દેશ આપ્યા છે. 

 243 ,  1