ગુજરાતે હાઇકોર્ટે ફગાવી ભગવાન બારડની અરજી, તાલાળામાં યોજાશે પેટા ચૂંટણી

તાલાલા વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી યોજવા અંગેના વિવાદ પર આજે ગુજરાત હાઇકોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો છે. ગુજરાત હાઈકોર્ટે હાલ પૂરતી પેટા ચૂંટણી પર રોક લગાવવાની ભગવાન બારડની માંગણી ફગાવી દીધી છે અને પેટા ચૂંટણી પર સ્ટે આપવા ઇનકાર કરી દીધો છે.

હાઇકોર્ટમાં અરજી રદ થઈ હોવાના કારણે હવે ભગવાન બારડ સુપ્રિમ કોર્ટમાં અપીલ કરી શકે છે, અગાઉ પણ તેમણે સુપ્રીમ કોર્ટમાં જવાની તૈયારી દર્શાવી હતી. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસે જ્યારે ભગવાન બારડના સસ્પેન્શનને રાજકીય ચાલ દર્શાવી હતી ત્યારે કોર્ટના ચુકાદાથી કોંગ્રેસ અને ભગવાન બારડને મોટો ફટકો પડ્યો છે

 49 ,  3