માહિતી વિભાગના વર્ગ-1 અને 2ની ભરતી ઉપર હાઇકોર્ટનો સ્ટે

હાઈકોર્ટે ભરતી પ્રક્રિયા આગળ વધારવા પર રોક લગાવી

ગુજરાતમાં હેડ ક્લાર્કની ભરતીનું પેપર લીક થયા બાદ હવે તેની પરીક્ષા રદ્દ કરવામાં આવી છે, ત્યારે માહિતી વિભાગ વર્ગ 1 અને 2 ભરતીના વિવાદ બાદ હાઈકોર્ટે ભરતી પ્રક્રિયા આગળ વધારવા પર રોક લગાવી છે. કોર્ટે ભરતી માટેની બહાર પડાયેલી યાદી પર રોક લગાવી દીધી છે

માહિતી વિભાગના વર્ગ 1 અને 2ની અલગ અલગ પોસ્ટની ભરતીના વિવાદમાં હાઇકોર્ટે ડેપ્યુટી ડાયરેક્ટર, વર્ગ-૧ અને ૨ ની ભરતી પ્રક્રિયા આગળ વધારવા પર સ્ટે મુકી દીધો છે ભરતી માટેના સિલેક્ટ લિસ્ટ પર હાઇકોર્ટે સ્ટે મુક્યો છે. મહત્વનું છે કે રાજ્યમાં હેડ ક્લાર્કની ભરતીમાં કૌભાંડ સામે આવ્યા બાદ હવે માહિતી વિભાગની ભરતીમાં પણ કૌભાંડ થયાની આશંકા સેવાઈ રહી છે. ભરતી પ્રક્રિયાને લઈને કેટલાક ઉમેદવારોએ હાઇકોર્ટમાં ભરતી પ્રક્રિયાને પડકાર આપ્યો હતો.

ઇન્ટરવ્યૂ લેવા માટે 5 વ્યક્તિની પેનલના તમામ સભ્યોએ હાજર રહી ઇન્ટરવ્યૂ લીધા નથી. અરજદારની રજુઆત ‘100 માર્ક ઇન્ટરવ્યૂ માં પેનલના દરેક સભ્યોએ માર્ક આપવાના હોય છે પરંતુ પેનલના સભ્યોની સંખ્યા ઓછી હોવાના કારણે ઉમેદવારોને અપાયેલા માર્કમાં સમાનતા જળવાઈ નથી’. હાઇકોર્ટે રાજ્ય સરકાર, માહિતી વિભાગ સહિતના પક્ષકારોને નોટિસ ફટકારી છે. હાઈકોર્ટે પૂછ્યું. આવું કઈ રીતે ચાલે? ભરતી પ્રક્રિયામાં સમાન તક ના સિધ્ધાંતનો ભંગ થયો હોવાનું કોર્ટનું પ્રાથમિક તારણ.

ભરતી પ્રક્રિયામાં સમાન તકના સિદ્ધાંતોનો ભંગ થયો હોવાનું પ્રાથમિક તારણ કાઢયું હતું. આ ઉપરાંત પારદર્શિતાva ભંગ થયો હોવાનું કોર્ટે નોંધ્યું હતું. વધુમાં હાઈ કોર્ટે નોંધ્યું હતું કે ભરતી પ્રક્રિયામાં થયેલા ભેદભાવના કારણે બંધારણના મૂળભૂત અધિકારો અનુચ્છેદ 14 અને 16 નો ભંગ થયો છે. અહીં જણાવી દઈએ કે ભારતના બંધારણના મૂળભૂત અધિકારોમાં અનુચ્છેદ 16 માં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે દરેક નાગરિકને રાજ્ય દ્વારા અપાતી રોજગારીની તકોમાં સમાન અધિકાર રહેશે.

 31 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી