September 19, 2021
September 19, 2021

આહવા ખાતે દોડ લગાવતા કલેકટર સહિતના ઉચ્ચાધિકારીઓ

‘આઝાદી કા અમૃત મહોત્સવ’ કાર્યક્રમ : PM મોદી જેવુ સ્વાસ્થ્ય પ્રાપ્ત કરવા કહ્યું

‘આઝાદી કા અમૃત મહોત્સવ’ ઉજવણી કાર્યક્રમ અંતર્ગત આહવા ખાતે ‘ફીટ ઇન્ડિયા ફ્રીડમ રન’ માં ભાગ લઈ આહવાના માર્ગો ઉપર દોડ લગાવી ડાંગ કલેકટર ભાવિન પંડયાએ ડાંગ જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચાધિકારીઓ, અને પ્રજાજનો સાથે સ્વયંને અને તેમના પરિવારને ફીટ રાખવા સાથે, જન જનને આ માટે પ્રોત્સાહિત કરવાના શપથ ગ્રહણ કર્યા હતા.

આહવા ખાતે નહેરુ યુવા કેન્દ્ર દ્વારા આયોજિત ‘ફીટ ઇન્ડિયા ફ્રીડમ રન ૨.૦’ ના કરાયેલા આયોજનમા ભાગ લેતા કલેકટર સહીત જિલ્લા વિકાસ અધિકારી ડો.વિપિન ગર્ગ, નાયબ વન સંરક્ષક અગ્નીશ્વર વ્યાસ, પ્રાંત અધિકારી સુશ્રી કાજલ ગામીત, અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.હિમાંશુ ગામીત, અને RCHOડો.સંજય શાહ, તાલુકા વિકાસ અધિકારી આર.બી.ચૌધરી, નહેરુ યુવા કેન્દ્રના સંયોજક અનુપ ઇન્ગોલે, તથા યુવક મંડળોના સ્વયંસેવકો, ગામના યુવાનો, શાળા/કોલેજના યુવક/યુવતીઓ વિગેરેએ ઉપસ્થિત રહી આહવાના ગાંધી ઉદ્યાનથી શરુ કરીને સનસેટ પોઈન્ટ સુધી દોડ લગાવી નગરજનોમા ચેતના જગાવી હતી.

આ વેળા કલેક્ટર ભાવિન પંડ્યાએ ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ કાર્યક્રમનો ઉદ્દેશ સ્પષ્ટ કરી યોગ, પ્રાણાયામ, અને ખાનપાન ઉપર લક્ષ કેન્દ્રિત કરી સૌ કોઈ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જેવુ સ્વાસ્થ્ય પ્રાપ્ત કરી, ૧૮ થી ૨૦ કલાક કામગીરી કરી શકવાની ક્ષમતા કેળવી શકે છે તેમ જણાવ્યુ હતુ. યુવાનોને જંક ફૂડથી દુર રહીને વ્યયામને પોતાના દૈનિક જીવનધોરણમા સામેલ કરવાની અપીલ કરતા કલેકટરએ તેમના ધર્મપત્ની સાથે આહવાના મુખ્ય માર્ગ ઉપર દોડીને નગરજનોને પ્રેરણા પૂરી પાડી હતી.

 54 ,  1