વડોદરા હાઈ પ્રોફાઈલ દુષ્કર્મ કેસ: પીડિતાને મદદ કરનાર અલ્પુ સિંધીની પણ ધરપકડ

પીડિતાને ન્યાય મળશે – ગૃહરાજ્ય મંત્રી

હાઈ પ્રોફાઈલ દુષ્કર્મના કેસમાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચને વધુ એક મોટી સફળતા મળી છે. પીડિતાને મદદ કરનાર અલ્પુ સિંધીની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી લીધી છે. હરિયાણાના ગુરગાવથી ક્રાઇમ બ્રાન્ચ અને સાયબર ક્રાઇમની ટીમે સયુંકત ઓપરેશનમાં ઝડપી પાડ્યો છે. અલ્પુ સિંધી પ્રોહીબિશનના ગુનામાં વોન્ટેડ હતો. દુષ્કર્મની ફરિયાદમાં અલ્પુ સિંધીની શંકાસ્પદ ભૂમિકા છે. હવે દુષ્કર્મ કેસમાં અનેક રાજ ખુલશે.

વડોદરામાં 24 વર્ષની હરિયાણાની યુવતી પર બળાત્કાર ગુજારવાના હાઇ પ્રોફાઈલ રેપ કેસમાં ભાગેડુ આરોપી સી.એ. અશોક જૈનની ક્રાઈમ બ્રાંચે પાલિતાણાથી ગુરૂવારે વહેલી સવારે ધરપકડ કરી હતી. ગુજરાતના રાજ્ય કક્ષાના ગૃહ મંત્રી હર્ષ સંઘવી ગુરૂવારે વડોદરા શહેરની મુલાકાતે ગયા છે. તેમની મુલાકાત વખતે જ ફરાર આરોપી અશોક જૈન પકડાઇ ગયો છે. હર્ષ સંઘવીએ આ કેસના તમામ આરોપી ઝડપાઈ ગયા હોવાની જાહેરાત કરી હતી.

ક્રાઇમ બ્રાન્ચે આરોપી અશોક જૈનની પાલિતાણાથી ધરપકડ કરી છે. આવતીકાલે અશોક જૈનના આગોતરા જામીનની સુનાવણી થવાની હતી, તે પહેલા જ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા હાથ લાગી છે. અશોક જૈન ધોલેરામાં છુપાઈને બેઠો હતો. ત્યાંથી તે પાલિતાણા જૈન તીર્થની ધર્મશાળામાં ગયો હતો અને ત્યાં રહેતો હતો. તેના અમદાવાદના ભત્રીજા સાથે તેની વાતચીત ચાલુ હતી. અશોક જૈન અમદાવાદમાં રહેતા તેના ભત્રીજા તથા પુત્ર સાથે સંપર્કમાં હતો. ક્રાઈમ બ્રાન્ચે ભત્રીજાની કડક પૂછપરછ કરી હતી, જેમાં અશોક જૈનના ઠેકાણાની માહિતી મળી હતી. ભત્રીજાએ અશોક જૈન પાલિતાણામાં છે એવું પોલીસને જણાવ્યું હતું. પાલિતાણામાં અશોક જૈન પૂજા કરવા જતો હતો એ દરમિયાન જ પોલીસે ઝડપી પડ્યો હતો. 

 18 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી