September 28, 2020
September 28, 2020

સુરતમાં હાઈપ્રોફાઈલ સેક્સ રેકેટનો પર્દાફાશ, દલાલ-ગ્રાહક સહિત 14 ઝડપાયા

બે હોટલોમાં ચાલી રહેલા  કૂટણખાના પર દરોડા, ગ્રાહક દીઠ 7 હાજાર વસૂલતા

સુરતમાં ફરી એકવાર હાઈપ્રોફાઈલ કૂટણખાનાનો પોલીસે પર્દાફાશ કર્યો છે. સ્ટેશન નજીક આવેલ બે હોટલોમાં પોલીસે દરોડા પાડી 14 લોકોને ઝડપી પાડ્યા છે. દરોડા દરમિયાન પોલીસે 1.94 લાખનો મુદામાલ કબજે કર્યો હતો.દલાલો ગ્રાહક દીઠ સાત હાજાર રૂપિયા પડાવતા હતા.

સુરતના રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલા લાલ દરવાજા ઉના પાણી રોડ મોટી રાઘવજી મિલ કંપાઉન્ડ ખાતે આવેલી વિનસ હોટલ અને રોયલ સ્ટાર હોટલમાં પોલીસે ગતસાંજે છાપો મારી હોટલમાં ચાલતા દેહવ્યાપાર નેટવર્કનો ભાંડાફોડ કર્યો હતો. બન્ને હોટલોમાં રંગરેલિયા મનાવવા આવેલા 8 ગ્રાહકો સહિત 14 લોકોની અટકાયતમાં લઈ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના સ્ટેશન વિસ્તારમાં લાલ દરવાજા નજીક આવેલી હોટલ વિનસ અને રોયલ સ્ટારમાં કૂટણખાનું ચાલતું હોવાની વિગત પોલીસને મળતા પોલીસે ગતરોજ બાતમીના આધારે રેડ કરતાં 14 જેટલા લોકોને ઝડપી લેવામાં સફળતા મળી હતી. જોકે પોલીસને વિગત મળી હતી કે, હોટલ વિનસમાં બહારથી લલનાઓ બોલાવીને દેહ વ્યાપાર કરાવવામાં આવી રહ્યો છે. જેથી પોલીસે ઉના પાણી રોડ ખાતે આવેલી હોટલ વિનસ તથા હોટલ રોયલ સ્ટારમાં રેડ કરી હતી. હોટલ વિનસ તથા હોટલ રોયલ સ્ટારમાંથી નવ મહિલાઓ સાથે હોટલ વિનસ તથા હોટલ રોયલ સ્ટારમાં ચાલતુ કૂટણખાનું ઝડપી લીધું હતું.

પોલીસે અહીંયા રેડ દરમિયાન હોટલના મેનેજર સંચાલકો તથા ભાડે રાખનાર માલિક-દલાલો સાથે મળી તેઓ બહારથી લલનાઓ બોલાવી ગ્રાહકોને શરીર સુખ માણવા સવલતો પુરી પાડતા હતા. કૂટણખાનામાંથી અંગ ઝડતી દરમિયાન 45,370 રૂપિયા રોકડા તથા મોબાઈલ નંગ 21 જેની અંદાજિત કિંમત 1,49,500 તેમજ કોન્ડમ પેકેટ નંગ 9 સાથે કુલ 1,94,870નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.

આરોપીઓના નામ અને સરનામા

 • પ્રસંજીત નીમાય ઘોષ-ઘર નં, 205 મોદેશ્વરી એપાર્ટમેન્ટ, એલપી સવાણી અડાજણ
 • સિકંદર મેહકુજ ખાન રહે. ઘર નં. 401 ક્રિષ્ના પેલેસ ઉમા ભવન ગલી મ્યુનિસિપાલીટી ગાર્ડન પાસે, ભટ્ટાર
 • રાજેન્દ્રસિંગ બાબુસિંગ રાજપૂત રહે.401 ક્રિષ્ના પેલેસ ઉમા ભવન ગલી મ્યુનિસિપાલીટી ગાર્ડન પાસે, ભટ્ટાર
 • પપ્પુગીરી ઈશ્વરગીરી ગોસ્વામી રહે. 404 મોઢેશ્વરી કોમ્પલેક્સ, એલ.પી.સવાણી સ્કૂલ પાસે. અડાજણ
 • ઓમપ્રકાશ ગોડારામ જાટ,404 મોઢેશ્વરી કોમ્પલેક્સ, એલ.પી.સવાણી સ્કૂલ પાસે, અડાજણ
 •  નૌશાદ પાશા કરીમ ખાન રહે. મારપ્પા ગાર્ડન,અંજનેયા ટેમ્પલ પાસે પોસ્ટ બેંગલોર
 • પ્રતિક જગદીશભાઈ શુકાની મેનેજર હોટલ વિનસ રહે. હાલ વિનસ હોટલ
 • રાજ રાકેશભાઈ ચૌધરી- ઈવેન્ટ મેનેજમેન્ટ રહે. 404 સિલ્વર પ્લાઝા એપાર્ટમેન્ટ રૂપાલી ટોકિઝ સામે પાલનપુર પાટીયા અડાજણ
 • રાકેશભાઈ હેમરાજ પ્રજાપતિ રહે. એ-75 રેશ્મા રો હાઉસ મગોબ રોડ પર્વત પાટીયા
 • અબદુલ્લા બસીર ડાંગર રહે. ઘર નં.26 ગંગાસર સોસાયટી ન્યૂ રાંદેર રોડ, અડાજણ
 • વજીર મીસ્બાહુલ શા રહે. ઘર નં.524 ફુલવાડી ભરીમાતા રોડ
 • આર્શિત કેતનભાઈ ઈસામલ્યા રહે. ઘર નં. 25 વિજય પાર્ક સોસાયટી લક્ષ્મીકાંત આશ્રમ રોડ કતારગામ
 • દિનેશભાઈ જગદીશભાઈ ખત્રી રહે. એ-4 મારૂતિ ચેમ્બર્સ ઠાકોરદાસ સોસાયટી, પાલનપુર જકાતનાકા
 • પ્રકાશ મનીરામ જોશી-હોટલ મેનેજર રોયલ સ્ટાર હોટલ, રહે. પીંપળગામ નેપાળ

મળતી વિગત મુજબ, દેહવિક્રયનો વ્યવસાય કરાવતા બ્રિજેશ યાદવે હોટલ વિનસ જયારે ઇમરાને રોયલ સ્ટાર હોટલ આખી ભાડે લીધી હતી. લલનાઓને બહારથી બોલાવી અહીં શરીરસુખ માણવા તેઓ ગ્રાહક પાસે રૃ.7000 વસુલતા હતા. જોકે, સ્ટેશન વિસ્તારની બંને હોટલમાં કોઈ પ્રવાસી ઉતારા માટે આવે તો તેમને પણ રૃમ અપાતા હતા. જેથી આવક પણ થાય અને પોલીસને શંકા પણ ન જાય. સૂત્રોના જણાવ્યા મુજબ બંને ખાસ રીકવેસ્ટના આધારે દિલ્હી અને મુંબઈથી હાઈપ્રોફાઈલ કોલગર્લ અને સી ગ્રેડની હીરોઈનની પણ વ્યવસ્થા કરી આપતા હતા.

ત્યારે આ મામલે ફરાર બ્રિજેશ અને ઈમરાન ઝડપી પાડવા પોલીસે તપાસના ચક્રોગતિમાન કર્યા છે.

 107 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર