વડોદરામાંથી ઝડપાયું હાઇ પ્રોફાઇલ સેક્સ રેકેટ, બે યુવતી સહિત પાંચ લોકોની અટકાયત

મહારાષ્ટ્રની યુવતીઓ લાવી દેહવ્યાપાર ચાલતો, સયાજીગંજ પોલીસ ઉંધતી ઝડપાઈ 

સયાજી ગંજ વિસ્તારની હોટલમાંથી હાઈપ્રોફાઇલ સેક્સરેકેટ પકડાયું છે. સયાજી ગંજ વિસ્તારની હોટલ ન્યુ રીલેક્સ ઈનમાંથી આ રેકેટ ઝડપાયુ છે. એસકોર્ટ સર્વિસની સ્કોકા નામની સાઈડ બનાવી ગ્રાહકોને આકર્ષતા હતા. અલગ અલગ યુવતીઓના ફોટા  બતાવી ગ્રાહકોને બોલાવતા હતા.

ત્રણ રુમમાંથી ત્રણ ઈસમો પકડાયા છે. મહારાષ્ટ્રની યુવતીઓ લાવી સેક્સરેકેટ ચાલતુ હતુ. સયાજીગંજ પોલીસ ઉંધતી ઝડપાઈ છે. એસઓજીએ સેક્સરેકેટ ઝડપી પાડ્યું છે. હોટલના મેનેજર સહિત ત્રણની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે એક ફરાર છે. પોલીસે 39,700નો મુદ્દા માલ જપ્ત કર્યો છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં આવેલી હોટલ ન્યૂ રીલેક્સ ઇન હોટલ હાઇ પ્રોફાઇલ સેક્સ રેકેટનો પર્દાફાશ થયો છે. એસકોર્ટ સર્વિસની સ્કોકા નામની સાઇટ બનાવી ગ્રાહકોને આકર્ષિત કરતા હતા. આ ઉપરાંત અલગ-અલગ યુવતિઓના ફોટા બતાવીને ગ્રાહકોને બોલાવવામાં આવતા હતા. મહારાષ્ટ્રની યુવતીઓને બોલાવી આંતરરાજ્ય હાઈપ્રોફાઇલ સેક્ટ રેકેટ ચલાવવામાં આવતું હતું. 

પોલીસે હોટલમાંથી 2 યુવતીની સાથે સાથે હોટલના મેનેજર રમેશભાઇ પુંજાભાઇ ડાભી(ઉ.40) (રહે, વીરપુરના મુવાડા, મુડાવડેખ, તા.ખાનપુર, જિ.મહીસાગર), પ્રવિણભાઇ અર્જુનભાઇ ગોહિલ(ઉ.23), (રહે, 40, 41, વિરલપાર્ક સોસાયટી, અંબે સ્કૂલ પાસે, મકરપુરા, વડોદરા) અને દેવરાજ મુકેશભાઇ કાપડી(ઉ.32), (રહે, એ-17, ભગવતીપાર્ક, ઓપી રોડ, વડોદરા, મૂળ રહે, 306, અમીધારા સોસાયટી, દાણુ, ઇસ્ટ, પટેલ પાર્ક, પાલઘર, મહારાષ્ટ્ર)ની અટકાયત કરી હતી અને રાજસ્થાનના ઉદેપુરના રહેવાસી કચરૂ લાલજી પટેલને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે.

 30 ,  1