હિમાચલ પ્રદેશના કુલ્લુમાં ગુરૂવારે એક ખાનગી બસ 500 ફુટ ઊંડી ખાઈમાં ખાબકી છે. દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 44 યાત્રિકોના મોત નિપજ્યાં છે. જ્યારે 37 લોકો ગંભીર છે.
પોલીસ અને તંત્ર દ્વારા રેસક્યૂ ઓપરેશન શરૂ કરાયું છે. દુર્ઘટના કુલ્લુમાં બંજર વિસ્તારની પાસે ભેઉટ ટર્ન પાસે થઈ છે. વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને શોક વ્યક્ત કર્યો.
બસ કુલ્લુ જિલ્લાનાં બંજારથી એક કિલોમીટર આગળ ભિયોઠ નજીક 500 ફુટ ઉંડી ખાઇમાં ખાબકી હતી. બસ કુલ્લુથી ગાડાગુશૈણી તરફ જઇ રહી હતી. જેમાં આશરે 40-50 લોકો બેઠેલા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી.
88 , 1