Video: ડબલ રોલમાં જોવા મળશે હિમેશ રેશમિયા, ટીઝર થયું રિલીઝ

બોલીવુડના ટોપ સિંગર હિમેશ રેશમિયા ફરી એકવાર સિલ્વર સ્ક્રીન પર આવવા માટે તૈયાર છે. હિમેશ રેશમિયા હેપ્પી હાર્ડી એન્ડ હીરમાં જોવા મળશે. હિમેશ ફિલ્મ આપકા શુરૂર સાથે એક્ટિંગની દુનિયામાં ડેબ્યૂ કર્યું હતું. હિમેશ રેશમિયાની અપકમિંગ ફિલ્મ ”હેપ્પી હાર્ડી એન્ડ હીર’નું ટીઝર આઉટ થઇ ગયું છે. ફિલ્મના ટીઝરમાં ડબલ રોલમાં જોવા મળી રહ્યા છે અને તેમની સાથે લીડ રોલમાં એક્ટ્રેસ સોનિયા માન જોવા મળી રહી છે.

ફિલ્મના ટીઝરની શરૂઆત ગીતથી થાય છે અને તેમાં હિમેશ રેશમિયા પહેલા લુકમાં સરદાર અને બીજા લુકમાં એકદમ કૂલ ડૂડ જોવા મળી રહી છે. ફિલ્મમાં ગીતો અરિજીત સિંહે ગાયા છે. ફિલ્મને રાકાએ ડાયરેક્ટ કરી છે તો બીજી તરફ દીપશિખા દેશમુખ અને સબિતા માનકચંદે તેને પ્રોડ્યૂસ કરી છે. ટીઝર બાદ ફિલ્મનું ટ્રેલર ઓગસ્ટમાં રિલીઝ કરવામાં આવશે, તો બીજી તરફ ફિલ્મ સપ્ટેમબરમાં સિનેમાઘરોમાં આવશે.

ફિલ્મનું મ્યૂઝીક હિમેશ રેશમિયાએ આપ્યું છે જ્યારે દિપશિખા દેશમુખ અને સબિત માણકચંદે પ્રોડ્યૂસ કર્યું છે. ફિલ્મના ડિરેક્શનની કમાન રાકાના હાથમાં છે. હિમેશ રેશમિયાએ વર્ષની શરૂઆતમાં ચાર ફિલ્મોની એનાઉન્સમેન્ટ કરી હતી જેમાં સૌથી ખાસ છે આર્મી ઓફિસર બિષ્ણુ શ્રેષ્ઠની બાયોપિક. હિમેશની આ ખબર જાણકારી ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કરી હતી.

 54 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી