હિંમતનગર : AHP દ્વારા જ્યા પાર્વતી વ્રત નિમિતે રાસ-ગરબાનું આયોજન

જયા પાર્વતી વ્રત ( ગૌરીવ્રત ) જાગરણ નિમિત્તે બહેનો માટે છેલ્લા ચાર વર્ષથી આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળ, ઓજસ્વીની હિંમતનગર સાબરકાંઠા દ્વારા સેવા અને સુરક્ષાના ભાવથી સામુહિક જાગરણ માટે રાસ ગરબાનુ આયોજન કરવામાં આવે છે.

આ અંગે માહિતી આપતા AHPના સાબરકાંઠા અધ્યક્ષ કનકસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, આ વર્ષે પણ હિંમતનગરના મોતીપુરા રામેશ્વર મંદિર ખાતે તા. 18 જુલાઈ નારોજ રાસ ગરબા ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

હિંમતનગર શહેરના દરેક માતાપિતા બહેન દિકરી ઓ ને રાસ ગરબા માં પધારવા હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યું છે. કાર્યક્રમ ના અંતે બહેનો માટે ફળા હારની વ્યવસ્થા પણ કરવા માં આવી છે.

 58 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી