September 26, 2022
September 26, 2022

હવે હિમતનગર જીલ્લાના પશુને સહેલાઈથી ચિકિત્સા મળી રહેશે : સાબર ડેરી ચેરમેન

નીતિનભાઈ દ્વારા બજેટમાં હિમતનગર ખાતે 1 કરોડ રૂપિયા વેટરનરી કોલેજ માટે ફાળવવામાં આવ્યા છે. બજેટમાં હિંમતનગર ખાતે વેટરનરી કોલેજ માટે બજેટ ફાળવવામાં આવતા જીલ્લાના વતનીઓમાં ખુશીની લાગણી ફેલાઈ ગયી છે.

જીલ્લામાં જ પશુ ચિકિત્સક કોલેજ ની સ્થાપના થવાથી આ અંગેનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ઘર અંગેનું શિક્ષણ મળી રહેશે. અને જીલ્લાના જ વિદ્યાર્થી હોવાથી જીલ્લાના પશુપાલકોને પણ સહેલાઈથી પશુ રોગોનું નિદાન લાવી શકશે.

આ અંગે સાબરકાંઠા બેંક અને સાબર ડેરીના ચેરમેન મહેશભાઈ પટેલ સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે, આપણા જીલ્લામાં અને આપણા જ શહેરમાં પશુ ચિકિત્સક કોલેજની સ્થાપના તે બહુ જ સારી બાબત છે. ગ્રામ્ય કક્ષાના વિધાર્થી, જે આ વિષયમાં અભ્યાસ કરવા માંગે છે.

પરંતુ, કોલેજની સંખ્યા માર્યાદિત હોવાને કારણે અને દુર સુદૂર કોલેજ હોવાને કારણે વિદ્યાર્થીઓ આ અભ્યાસક્રમમાં પ્રવેશ નોહતા મેળવી શકતા. પરંતુ હવે ઘર આંગણે સુવિધા મળવાથી વિધાર્થીઓમાં સહેલાઈથી પ્રવેશ મેળવી પશુ ચિકિત્સક તરીકે કારકિર્દી બનાવી શકશે, અને પશુ ચિકિત્સકની સંખ્યા વધવાથી પશુ બીમારીનું પ્રમાણ પણ ઘટશે અને તેમની દૂધ ઉત્પાદન ક્ષમતા પણ વધશે.

 59 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી