સાબરકાંઠાઃ હિંમતનગર ફાયર ઈન્સ્પેકટરનું રાષ્ટ્રપતિ દ્વારા સન્માન

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નગરપાલિકામાં ફાયર ઈન્સ્પેકટર પ્રતાપસિંહ દેવડાનું દેશ લેવલે રાષ્ટ્રપતિ દ્વારા એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવશે તો જિલ્લા કક્ષાએ સન્માન પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા તો જિલ્લા સહિત હિંમતનગર અને નગરપાલિકા ના ગૌરવ માં વધારો કર્યો છે .
હિંમતનગર નગરપાલિકા માં ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ માં ફાયર ઈન્સ્પેકટર તરીકે ફરજ બજાવતા પ્રતાપસિંહ દેવડા ની તાલુકા સહિત જિલ્લા માં ડિઝાસ્ટર મેનેજમેન્ટ માં ઉત્સુક કામગીરી અને પ્રશંસનીય સેવા બદલ દેશ કક્ષાએ તેવોની કામગીરી ની નોધ લેવામાં આવી છે અને તેવો ને રાષ્ટ્રપતિ તરફ થી એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવનાર છે તો ૧૫ મી ઓગસ્ટ જિલ્લા કક્ષા ના ૭૩ માં સ્વાતંત્ર્ય પર્વ ના દિવસે તલોદ ખાતે યોજાયેલ પર્વ પ્રસંગે કુષિ મંત્રી આર.સી.ફળદુ નાં હસ્તે પ્રતાપસિંહ દેવડા નું સન્માન પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં તો કુળ ના નામ સહિત સમાજ હિંમતનગર અને નગરપાલિકા સહિત જિલ્લા નું ગુજરાત નું નામ રોશન કર્યું છે તો સાબરકાંઠા-અરવલ્લી સાંસદ દિપસિહ રાઠોડ દ્વારા પણ પ્રતાપસિંહ દેવડા ની પ્રશંસનીય કામગીરી બદલ હાર્દિક અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવી છે .

(સંજય રાવલ – પ્રતિનિધિ પ્રાંતિજ)

 33 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી