સેઈમ ઓન યુ, હિમતનગર નગરપાલિકા: એક જ જગ્યા એ ત્રણ વાર 10 ફૂટ કે તેથી મોટા ભુવા પડ્યા

સાબરકાંઠા જીલ્લાના વડુ મથક હિમતનગર ખાતે સીઝન માં પડેલા વરસાદ થી એક જ જગ્યા એ મોટા વિશાળ ભુવા (ખાડા) પડવાની ઘટના બની છે. અને પાલિકા ની ની મોટી બેદરકારી સામે આવી છે.

હિમતનગરના ખેડ તસીયા રોડ કે જે જીલ્લા આર એન્ડ બી ના તાબા હેઠળ આવે છે અને તેની નીચે થી પાલિકાની વરસાદી પાણીની લાઈન પસાર થઇ રહી છે. પાલિકા ની બેજવાબદારી ભર્યા વલણ ને કરને એક જ જગ્યા ઉપર વરસાદ પડે અને ભુવા પડવાનું ચાલુ થઇ જાય છે.

વહેલી સવારે પડેલા આ ભૂવામાં એક ટ્રક ના ટાયર ફસાઈ જવાની પણ ઘટના બની છે. ભુવા પડતા જ પાલિકા વહેલી સવારે માટી નું પુરણ કરી રોડ ને યથા યોગ્ય પરિસ્થિતિ માં લાવી દે છે અને ફરી વરસાદ પડતા ત્યાં ધોવાણ થઇ ને ફરી મસ મોટા ભુવા પડી જાય છે.

આ અંગે આર. એન્ડ બી દ્વારા પણ હિમતનગર પાલિકા ને નોટીસ પાઠવવામાં આવી છે. અને કડક શબ્દોમાં ફરી આવી ઘટના ના બને તેની કાળજી લેવા જ્નાવ્વવામાં આવ્યું છે.

 44 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી