હિંમતનગર : આર્ટસ કોલેજની પૂજા પટેલે યોગમાં બે ગોલ્ડ અને બે સિલ્વર મેડલ જીત્યા

વિશ્વ યોગ દિવસે અનેક લોકો યોગ કરતા હોય છે યોગના કૌશલ્ય થકી સમગ્ર વિશ્વ અને દેશમાં સાબરકાંઠા જીલ્લાની રાજેન્દ્રનગર આર્ટસ કોલેજમાં અભ્યાસ કરતી અને મહેસાણાના અંબાલા ગામની પૂજા પટેલે નામની વિદ્યાર્થિનીએ તાજેતરમાં બાંગ્લાદેશના ઢાકા ખાતે યોજાયેલ ઇન્ટરનેશનલ કોમ્પિટિશનમાં બે ગોલ્ડ અને બે સિલ્વર મેડલ પ્રાપ્ત કરી ‘મીસ યોગીની’ નું બિરુદ પ્રાપ્ત કર્યું હતું સૌપ્રથમ ચીનના શાંઘાઈ માં યોગ કોમ્પિટિશનમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો ત્યાર બાદ હોંગકોંગ અને સેનઝેન માં પણ ગોલ્ડ પ્રાપ્ત કરી વિશ્વમાં સાબરકાંઠાની રાજેન્દ્રનગર આર્ટસ કોલેજ અને મહેસાણા જીલ્લાનો સમગ્ર વિશ્વમાં ડંકો વગાડ્યો હતો.

રાજેન્દ્રનગર આર્ટસ કોલેજના પ્રિન્સિપાલ પ્રવીણ પટેલે જણાવ્યુ હતુ કે પુજા અમારી કોલેજમાં આવી ત્યારથી કોલેજનુ નામ સમગ્ર દેશમાં અને વિશ્વમાં ગુંજતું કર્યું છે અમારી કોલેજમાં અભ્યાસ અર્થે આવ્યા બાદ બાંગ્લાદેશના ઢાકા ખાતે બે ગોલ્ડ અને બે સિલ્વર મેડલ પ્રાપ્ત કરતા કોલેજ પરિવાર અને વિદ્યાર્થીઓ અનહદ ગૌરવ અનુભવતા હોવાનું જણાવ્યું હતું પૂજા પટેલ કોલેજમાં અન્ય વિદ્યાર્થોને પણ તાલીમ આપી રહી છે.

 26 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી