હિંમતનગર : બી ડીવીઝન પોલીસ મથકે મુકાયો ચબુતરો- નીલ ગગન કે ઉડતે પંખી આ…આ…આ..

સામાન્ય રીતે સ્વભાવે સખ્ત અને કઠોર, દયાહીન તરીકે ઓળખાતું માનવી એટલે પોલીસ….. સમાજમાં આવી જ માન્યતા માનવામાં આવે છે. ત્યારે હિંમતનગર બી ડીવીઝન પોલીસ સ્ટેશને એક સરાહનીય ઉદાહરણ પુરુ પાડ્યું છે. અવાર નવાર સમાજના પ્રશ્નોના નિરાકરણની સાથે સાથે સમાજની પડખે ઉભું જ રહેતું આવ્યું છે.ત્યારે થોડા દિવસો અગાઉ પોલીસ મથકે આવેલા સુંદર બગીચાની અંદર વૃક્ષારોપણ કરી ને બગીચાની સુંદરતામાં વધારો કરવામાં આવ્યો હતો.

તો ભાટવાસના ગરીબ નાના ફૂલ જેવા ભૂલકાઓને સ્કૂલબેગ, ટીફીન અને નાસ્તાનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.

તો હવે આજ બી ડીવીઝન પોલીસ મથક ખાતે બનાવેલા બગીચાની અંદર પક્ષીઓના ચણ માટે સુંદર મજાના ચબુતરાનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેથી અબોલ પક્ષી ત્યાં દાણા ચણી શકે અને પાણી પણ પી શકે.

 30 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી