હિંમતનગર : હાજીપુરની સીમમાંથી મળેલી લાશનો ભેદ ઉકેલાયો, ત્રણની ધરપકડ

એક તરફી પ્રેમમાં પાગલ યુવકને ઉતારી દીધો મોતને ઘાટ, ત્રણ દિવસ બાદ પોલીસે હત્યાનો ભેદ ઉકેલ્યો

હિંમતનગર જિલ્લામાં થોડાક દિવસ પહેલા પ્રાંતિજ નજીક હાથમતી કેનાલમાંથી મળેલી યુવકની લાશનો ભેદ ઉકેલાયો છે. પ્રેમપ્રકરણમાં હત્યા થઇ હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે. આ મામલે પોલીસે ત્રણ લોકોને ઝડપી પાડ્યા છે.

સાબરકાંઠાના હિમતનગર તાલુકાના હાજીપુર નજીક હાથમતી કેનાલમાંથી પાંચ દિવસ અગાઉ એક યુવકની લાશ મળી હતી. જેને લઈને એ ડીવીઝન પોલીસે ઘટના સ્થળે આવી અજાણ્યા યુવકની લાશ બહાર કાઢી હિમતનગર સિવિલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. તો બીજી તરફ અકસ્માતે મોતનો ગુનો નોધી વાલીવારસોની શોધખોળ હાથ ધરી હતી.

પોસ્ટમોર્ટમમાં પ્રાથમિક કારણ ગળું દબાવી હત્યા કર્યાનું બહાર આવ્યું હતું. પોલીસે તપાસમાં મૃતક યુવક  જીતેન્દ્રસિંહ જશવંતસિંહ પરમાર તલોદના સાગપુર ગામનો હોવાનું જાણવા મળ્યું હતું. જેને લઈને ઓળખ બાદ પોલીસે હત્યાને લઈને તપાસ હાથ ધરી હતી. તો યુવકની હત્યા એક તરફી પ્રેમમાં થઇ હોવાનું બહાર આવ્યું હતું. એક તરફી પ્રેમમાં જીતેન્દ્રસિંહ જશવંતસિંહ પરમારની ગળું દબાવી હત્યા કરી નાખી હતી.

એલસીબી પી.આઈ એમ.ડી. ચંપાવતે જણાવ્યું કે મૃતકની ઓળખ થઈ ગયા બાદ સાગપુરમાં તપાસ કરતાં મૃતક જીતેન્દ્રસિંહ જશવંતસિંહ પરમારને ગામમાં જ યુવતી સાથે પ્રેમસંબંધ હતો અને તેની સગાઈ અન્ય યુવક સાથે થઈ ગઈ હતી તથા યુવતીની અનિચ્છા હોવા છતાં પ્રેમસંબંધ રાખવા હેરાન કરી રહ્યો હોવાની પ્રાથમિક પૂછપરછમાં જાણ થયા બાદ ટેકનિકલ સર્વેલન્સ ને આધારે યુવતીની સગાઈ જેની સાથે થઈ હતી. તે કિશનસિંહ બાલાજી મકવાણા (રહે.નનાનપુર તા.પ્રાંતિજ) ની ઝીણવટભરી પૂછપરછ કરતાં ભાંગી પડ્યો હતો અને બે જણા સાથે મળી હત્યા કર્યાની આપ્યાની કબૂલાત કરી હતી.

યુવતીએ સાગપુરથી જીતેન્દ્રસિંહને ફોન કરી હિમતનગરના દલપુર પાસે એક ફેક્ટરી પાસે મળવા બોલાવ્યો હતો. યુવક ત્યાં આવ્યો ત્યારે યુવતીના સગપણ કરેલા યુવક કિશનસિંહ મકવાણા, સંબધી અને મિત્રએ સાથે મળી મળવા આવેલ યુવકનું ગળું દબાવી દીધું હતું. યુવક જીતેન્દ્રસિંહનું મોત નીપજ્યા બાદ યુવકની બાઈક પર તેની લાશને પકડીને હાજીપુર નજીક કેનાલમાં ફેકી દઈને આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો. હાલ તો એ ડીવીઝન પોલીસે એક તરફી પ્રેમમાં હત્યા કરનારા યુવતીના પતિ સહીત ત્રણની ધરપકડ કરી છે.

આરોપીઓના નામ

  • કિશનસિંહ બાલાજી મકવાણા (રહે.નનાનપુર તા.પ્રાંતિજ)
  • 2.કાળુસિંહ મોતિસિંહ મકવાણા (રહે.વજાપુર તા.પ્રાંતિજ)
  • 3.અજયસિંહ દિલુસિંહ મકવાણા (રહે.અમીનપુર તા.પ્રાંતિજ)

 59 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર