હિંમતનગર: સાંચોદર મુકામે ટ્રેક્ટર કેનાલમાં ખાબક્યું, ચાલકનું ઘટના સ્થળે મોત

સાબરકાંઠા જીલ્લાનાના હિમતનગર તાલુકામાં આવેલા સાંચોદર મુકામે ચાલકે ટ્રેક્ટર પરનો કાબુ ગુમાવતા ટ્રેક્ટર કેનાલમાં ખાબક્યું હતું. અને ટ્રેક્ટર ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

મળતી વિગતો અનુસાર જગજીતસિંગ સરદાર સિંહના ખેતરમાં ભાગિયા તરીકે કામ કરતા બાબુભાઈ આદિવાસી ટ્રેક્ટર લઈને કેનાલ રોડ પરથી પસાર થતા હતા અને અચાનક ટ્રેક્ટર પરનો કાબુ ગુમાવતા કેનાલમાં ખાબક્યા હતા. અને તેમનું મોત નીપજ્યું હતું.

આ અંગે હિમતનગર ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને અકસ્માતનો ગુનો નોધવામાં આવ્યો છે. મૃતકની લાશને પીએમ માટે હિમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે.

 47 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી