હિના મર્ડર કેસ : ગણતરીના જ કલાકોમાં ભેદ ઉકેલી શિવાંશના હત્યારા બાપને ઝડપી લીધો

 બંન્ને ઉચ્ચ અધિકારીઓએ કુશળતા પુર્વક કેસ સોલ કર્યો

એક પિતા બાળકને તરછોડીને ભાગી ગયો ત્યારબાદ આ ઘટનામાં જે ખુલાસાઓ થયા તે એક સસ્પેન્સ થ્રીલર ફિલ્મ જેવા છે. ભવિષ્યમાં બોલીવૂડનો કોઇ ડાયેક્ટર આ સબ્જેક્ટને લઇ ફિલ્મ બનાવે તો પણ નવાઇ નથી. બાળકના પિતાને શોધવાની કવાયતમાં લગ્નત્તેર સંબંધો અને હત્યા સુધીના વળાંકો સામે આવ્યા. હજી આ કેસમાં નવા ખુલાસાઓ સામે આવી શકે છે. મૃતક હીના પેથાણી ઉર્ફે મહેંદીના આ બીજા લગ્ન હતા તેના પહેલા પણ એક લગ્ન થયા હતા તે અંગે પણ મોટો ખુલાસો સામે આવી શકે છે.

હીના પેથાણીની હત્યા અંગે વડોદરા પોલીસે આરોપી સચિન દિક્ષિત સામે હત્યાનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ગાંધીનગર પોલીસ પાસેથી તેનો કબ્જો લઇ તેની સામે તપાસ કરવામાં આવશે. હત્યા કેસમાં સૌથી મહત્વનું પાસુ એ છે કે, મહેંદીની હત્યા સચિને આક્રોશમાં આવીને કરી હતી કે પછી પૂર્વ આયોજિત ષડયંત્ર હતું તે અંગે પણ તપાસ કરવામાં આવશે. સચિને લગ્નત્તેર સંબંધોથી કંટાળી ગયો હતો તે રસ્તો શોધી રહ્યો હતો અને પછી તેને આવું પગલું ભરવું પડ્યું તેના અંગે પણ તપાસ કરવામાં આવશે. લોકો પોતે જ સંબંધોના જાળા ગુંથીને પોતાની અને સાથે પરિવારના જીવન માટે પણ ખતરો પેદા કરે છે. આવા જ સંબંધોની રમતના કેસમાં એક માસૂમ માતા-પિતા વિના શીશુ ગૃહમાં જીવન વિતાવવા મજબૂર બન્યું છે.

ડીએસપી મયૂર ચાવડાએ કહ્યું હતું કે શિવાંશને ત્યજીને સચિન તેની પહેલી પત્ની સાથે શોપિંગ મોલમાં ખરીદી કરવા ગયો હતો. અમારા માટે આ કેસ ખૂબ જ ચેલેન્જિંગ હતો. બાળક મળી આવ્યું, પણ તેને કોણ લાવ્યું એ જાણવું મહત્ત્વનું હતું અને જે માટે અમે ગાંધીનગર જિલ્લાના ટેક્નિકલ સર્વેલન્સ શોધી રહ્યા હતા. એ સમયે ભાટ પાસે એક જગ્યાએ સીસીટીવીમાં કારમાં બાળક અને સચિન દેખાયા, ત્યાર બાદ આખી ઘટનાની કડીઓ જોડાતી ગઈ.

ડીએસપીએ જણાવ્યું હતું કે, સચિન બાળકને મારવા માગતો ન હતો, પણ મહેંદી તેને ક્યાંય જવા દેવા માગતી ન હતી. તેથી એ દિવસે તેણે મહેંદીની હત્યા કરીને લાશને પોતાની કારમાં નાખીને નાશ કરવા માગતો હતો. તે લાશને ઊંચકી ન શક્યો, જેથી ત્યાં જ મૂકી દીધી હતી.

ગુજરાતમાં બહુ ગાજેલા હાઇપ્રોફાઇલ બાળક શિવાંશના કેસમાં ગણત્રીની કલાકોમાં જ નરાધમ પિતાને ઝડપી પાડનાર ટીમમાં સૌથી મહત્વની ભુમિકા ભજવનાર બંન્ને ઉચ્ચ અધિકારીઓએ કુશળતા પુર્વક આ કેસ સોલ કર્યો છે. ગાંધીનગર રેન્જ આઇજી અભય ચુડાસમા અને મયુર ગાંધીનગર એસપી મયુર ચાવડાની આ જોડી ભલભલા કુખ્યાત આરોપીનો દાંત ખાટા કરી ચુકી છે. દેખાવે સૌમ્ય દેખાતી આ જોડી જ્યારે એક્શન મોડમાં આવે છે ત્યારે ભલભલા અસામાજિક તત્વો અને આતંકવાદીઓ પણ થથરી ઉઠે છે. આ જોડી અગાઉ પણ એવા કારનામા કરી ચુકી છે કે, જે જોઇને ભલભલા પોલીસ અધિકારીઓ મોમાં આંગળા નાખી ગયા હતા. શિવાંશ કેસમાં 24 કલાક જેટલા સમયમાં શિવાંશને રઝળતો મુકી જનાર પિતાની ન માત્ર ઓળખ કરી પરંતુ તેના પિતાની ધરપકડ પણ કરી લીધી હતી.

 18 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી